Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્વાનના અનોખા લગ્નમાં 500 લોકો જોડાયાં, વરઘોડા સાથે તમામ વિધિ પણ યોજાઇ

યુપીના હમીરપુરમાં રવિવારે બે સંતોના કૂતરા-કુતરીના લગ્ન કરાવવામાં આવ્યાં હતા. સંતો તેમના પાળતુ પ્રાણીના લગ્ન કરાવીને એકબીજાના વેવાઇ બન્યા. લગ્નપ્રસંગની તમામ ધાર્મિક વિધિઓ હિંદુ રીતિ-રિવાજ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. આજના મોંધવારીના સમયમાં માતા પિતા પોતાના દીકરા દીકરીના લગ્ન ખર્ચ કરવામાં સો વાર વિચારે છે, ત્યારે ઉત્તર પ્રદેશના હમીરપુરમાં શ્વાનના અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્
શ્વાનના અનોખા લગ્નમાં 500 લોકો જોડાયાં  વરઘોડા સાથે તમામ વિધિ પણ યોજાઇ
યુપીના હમીરપુરમાં રવિવારે બે સંતોના કૂતરા-કુતરીના લગ્ન કરાવવામાં આવ્યાં હતા. સંતો તેમના પાળતુ પ્રાણીના લગ્ન કરાવીને એકબીજાના વેવાઇ બન્યા. લગ્નપ્રસંગની તમામ ધાર્મિક વિધિઓ હિંદુ રીતિ-રિવાજ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. 
આજના મોંધવારીના સમયમાં માતા પિતા પોતાના દીકરા દીકરીના લગ્ન ખર્ચ કરવામાં સો વાર વિચારે છે, ત્યારે ઉત્તર પ્રદેશના હમીરપુરમાં શ્વાનના અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યાં છે. હમીરપુરના ભરૂઆ સુમેરપુરમાં રવિવારે બે સંતોના કૂતરા-કુતરી વચ્ચે આ લગ્ન થયા હતા. સંતો તેમના પાળતુ પ્રાણીના લગ્ન કરાવીને એકબીજાના વેવાઇ બન્યા.માનસર બાબા શિવ મંદિર  કે જે સૌનખાર અને સિમનૌરી ગામની કોતરોમાં આવેલું છે, આ મંદિરના મહંત સ્વામી દ્વારકાદાસ મહારાજ છે. તેમણે પોતાના પાલતુ કૂતરા કલ્લુના લગ્ન મૌદહા વિસ્તારના પરછછ ગામના બજરંગબલી મંદિરના મહંત સ્વામી અર્જુનદાસ મહારાજની પાલતુ કૂતરી ભૂરી સાથે ગોઠવ્યા હતા.

શેરીઓમાં વરઘોડો રંગેચંગે નીકળ્યો 
લગ્ન 5 જૂનના રોજ નક્કી થયા હતા. નિયત તારીખ મુજબ, દ્વારકા દાસ મહારાજ અને અર્જુનદાસ મહારાજે તેમના શિષ્યો અને શુભેચ્છકોને લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રિકા પણ મોકલી હતી. માનસર બાબા શિવ મંદિરેથી જાન ધામધૂમથી નિકળી હતી. આ જાનનો વરઘોડો સોંઢાર ગામની શેરીઓમાં ફર્યો હતો. ત્યાર પછી આ જાન મૌદહા વિસ્તારના પરછછ ગામે જવા રવાના થઈ હતી. અહીં બજરંગબલી મંદિરના મહંત સ્વામી અર્જુનદાસ મહારાજે જાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું, સ્વાગત બાદ દ્વારચર, અર્પણ, ભંવર, કુલેવા વગેરે વિધિ સંપન્ન કરી ધામધૂમથી જાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. 

સુશોભિત, આભૂષણો પણ શ્વાનને અપાયા
શ્વાન જોડીને નવા કપડાં અને સોના-ચાંદીના ઘરેણાં સાથે શણગારવામાં આવ્યાં હતાં.  સાથે જ જાનૈયાઓ માટે વિવિધ વાનગીઓનો જમણવાર પણ રખાયો હતો. હાલમાં તો આ અનોખા લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ લગ્ન પ્રસંગમાં બંને પક્ષના 500 જેટલા લોકો જોડાયા હતા.

તિલક પણ ચઢ્યા, લગ્ન વિધિ થઈ
કૂતરા અને કૂતરીનાં લગ્ન પહેલાં બંને પક્ષોએ તમામ વિધિઓ કરી હતી. ગયા અઠવાડિયે, તિલક વિધિ પૂર્ણ થઈ હતી, જેમાં 11 હજાર રૂપિયા રોકડ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. 3 જૂને જ્યારે મંડપ ઊભો કરવામાં આવ્યો ત્યારે બંને તરફથી બાજટની વિધિ પણ કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.