Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનમાં જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડને પાર, 56 ટકાનો ઉછાળો

જીએસટીને 5 વર્ષ પૂર્ણ થયા છે. જૂન મહિના માટે GST કલેક્શન ડેટા પણ આવી ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર જૂનમાં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉની સરખામણીમાં 56% વધીને રૂ. 1.44 લાખ કરોડથી વધુ થયું છે. અગાઉ મે મહિનામાં GST કલેક્શન રૂ. 1,40,885 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 44 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તમને જણાવી દઈએ કે GST લાગુ થયા પછી આ પાંચમી વખત છે જ્યારે માસિક કલેક્શન 1.40 લાખ કરોડના આંકડાનà
જૂનમાં
જીએસટી કલેક્શન
1 44 લાખ કરોડને પાર  56 ટકાનો ઉછાળો

જીએસટીને
5 વર્ષ પૂર્ણ થયા છે. જૂન મહિના માટે
GST કલેક્શન ડેટા પણ આવી ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા
અનુસાર
જૂનમાં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉની
સરખામણીમાં 56% વધીને રૂ. 1.44 લાખ કરોડથી વધુ થયું છે. 
અગાઉ
મે મહિનામાં
GST કલેક્શન રૂ. 1,40,885 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 44 ટકાની વૃદ્ધિ
દર્શાવે છે. તમને જણાવી દઈએ કે
GST લાગુ
થયા પછી આ પાંચમી વખત છે જ્યારે માસિક કલેક્શન 1.40 લાખ કરોડના આંકડાને પાર કરી
ગયું છે અને માર્ચ 2022 પછી આ ચોથો મહિનો છે. એપ્રિલ 2022 પછી
, જૂનમાં બીજું સૌથી મોટું કલેક્શન થયું
છે.

Advertisement


જૂન
સિવાયના
GSTનું ટોચનું કલેક્શન

Advertisement

એપ્રિલ
2022: 1,67,540 કરોડ

માર્ચ
2022: 1,42,095 કરોડ

Advertisement

જાન્યુઆરી
2022: 1,40,986 કરોડ

મે
2022: 1,40,885 કરોડ

ફેબ્રુઆરી
2022: 1,33,086 કરોડ


ભારતના
સૌથી મોટા ટેક્સ રિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (
GST)ની 5 વર્ષની સફરનો અંત આવી ગયો છે. આ 5 વર્ષમાં દર મહિને એક લાખ કરોડ
રૂપિયાની આવક એક સામાન્ય બાબત બની ગઈ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સએ 17 સ્થાનિક કર
અને 13 ઉપકર જેમ કે એક્સાઇઝ ડ્યુટી
, સર્વિસ ટેક્સ અને વેટનો સમાવેશ કર્યો અને 1 જુલાઈ 2017ની મધ્યરાત્રિએ અમલમાં મૂકવામાં
આવ્યો.

Tags :
Advertisement

.