Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કલાર્કને રૂ.1000ના લાંચ કેસમાં 5 વર્ષની સજા અને 40,000 રૂપિયાનો દંડ

રાજકોટ  કોર્પોરેશન કચેરીનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કલાર્કને રૂ.1000ની લાંચ લેવી મોંઘી પડી છે. જેમાં આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે પાંચ વર્ષની સજાનો હુકમ તેમજ 40 હજારનો દંડ ફટકાર્યો છે. કેસની વાત કરીએ તો વર્ગ-3નાં કર્મચારીએ મકાનમાં રીનોવેશન માટે લોનની અરજી આપી હતી. જેમાં તેમણે પોતાના ઉપરી અધિકારીની સહી મેળવવી જરૂરી હોય ખાતાના સિનિયર ક્લાર્ક ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રદાન દોલતદાન àª
રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કલાર્કને રૂ 1000ના લાંચ કેસમાં 5 વર્ષની સજા અને 40 000 રૂપિયાનો દંડ
રાજકોટ  કોર્પોરેશન કચેરીનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કલાર્કને રૂ.1000ની લાંચ લેવી મોંઘી પડી છે. જેમાં આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે પાંચ વર્ષની સજાનો હુકમ તેમજ 40 હજારનો દંડ ફટકાર્યો છે. કેસની વાત કરીએ તો વર્ગ-3નાં કર્મચારીએ મકાનમાં રીનોવેશન માટે લોનની અરજી આપી હતી. જેમાં તેમણે પોતાના ઉપરી અધિકારીની સહી મેળવવી જરૂરી હોય ખાતાના સિનિયર ક્લાર્ક ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રદાન દોલતદાન ગઢવીની પાસે જતા તેમણે સહી કરવા રૂ. 1000ની લાંચ માંગી હતી. અને આ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. 
જાણવા મળતી વિગત મુજબ, મ્યુ. કોર્પોરેશનમાં વર્ગ-3ના કર્મચારી તરીકે ફરજ બજાવતા ફરીયાદી ચમનભાઈ શીંગાળાએ જીવન કોમર્શીયલ કો.ઓ. બેન્કમાંથી ઘરના રીનોવેશન માટે રૂા. 60,000ની લોનની અરજી કરેલ હતી. બેંક - કોર્પોરેશન વચ્ચે કરાર મુજબ કર્મચારીને અપાયેલ લોનની હપ્તાવાર પરત ચુકવણી કર્મચારીના પગારમાંથી કોર્પોરેશને કપાત કરી બેંકને ચુકવવાની રહેતી હતી. આ કરાર મુજબ ફરીયાદી ચમનભાઈએ લોનના ફોર્મમાં પોતાના ઉપરી અધિકારીની સહી મેળવવાની રહેતી હોવાથી તેઓએ ખાતાના સીનીયર કલાર્ક આરોપી ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રદાન દોલતદાન ગઢવીને લોનના ફોર્મમાં સહી સિકકા કરાવી આપવા માટે વિનંતી કરતા આરોપીએ રૂ. 1,000ની લાંચની માંગણી કરી હતી. 
ફરીયાદી ચમનભાઈ શીંગાળાએ આ અંગે એ.સી.બી.માં ફરીયાદ કરતા આરોપી આ લાંચની 2કમ લેતા ઝડપાઈ ગયા હતા. કેસમાં ચાર્જશીટ બાદ સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ જણાવ્યુ હતુ કે છટકા દરમ્યાન લાંચ સ્વિકારાઇગયેલી ત્યારે ACB સ્ટાફની રેડ વખતે મુદ્દામાલ વાળી રૂા. 1,000ની ચલણી નોટો આરોપી ગઢવીના પેન્ટના ખીસ્સામાંથી મળી આવેલ હતી. ખિસ્સામાં ફીનોપ્થોલીન પાઉડર મળી આવ્યો હતો. આ હકીકત સાબીત કરે છે કે ફરીયાદીએ આરોપીના ટેબલ ઉપર તેની જાણ બહાર લાંચની રકમ મુકી દીધેલી હોવાની સ્ટોરી ખોટી અને ઉપજાવી કાઢેલી છે. 
એક જ કચેરીમાં નોકરીમાં ફરજ બજાવતા સહકર્મીઓ વચ્ચે કોઈપણ પ્રકારનો નાણાકીય વહીવટ કચેરીની અંદર કામના કલાકો દરમ્યાન થવાપાત્ર નથી. અંગત વ્યવહાર પેટે અપાયેલી હોય તો આ અંગેનો કોઈ ખુલાસો અપાયો નથી. આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ ધારાની કલમ-7 અને 13 હેઠળ તકસીરવાન ઠરાવવા જોઈએ. સરકાર તરફેની આ દલીલો માન્ય રાખી ખાસ અદાલતના જજ બી. ડી. પટેલે આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા. 40,000 નો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચોઃ 

આ તો સરકાર કરતા પણ શાણા, ભલભલાને માથું ખંજવાળતા કરી દે તેવી યોજના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.