Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેન્સેક્સ 600 પોઈન્ટના ઉછાળા સાથે 56,269.91ની સપાટી પર ખુલ્યો

ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. બજારમાં સારી ખરીદીને કારણે તે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજે સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઉછાળા સાથે 56,269.91ની સપાટી પર ખુલ્યો છે અને તેમાં 1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. શરૂઆતના વેપારમાં, નિફ્ટીમાં પણ 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 177 પોઈન્ટ વધીને 16,854.75ની સપાટી પર ખુલવામાં સફળ રહ્યો છે.નિફ્ટીના 50માંથી 45 શેરો લીલા નિશાન સાથે à
સેન્સેક્સ 600 પોઈન્ટના ઉછાળા સાથે 56 269 91ની સપાટી પર ખુલ્યો
ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. બજારમાં સારી ખરીદીને કારણે તે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજે સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઉછાળા સાથે 56,269.91ની સપાટી પર ખુલ્યો છે અને તેમાં 1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. શરૂઆતના વેપારમાં, નિફ્ટીમાં પણ 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 177 પોઈન્ટ વધીને 16,854.75ની સપાટી પર ખુલવામાં સફળ રહ્યો છે.
નિફ્ટીના 50માંથી 45 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 5 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 400 પોઇન્ટના ઉછાળા સાથે 35655ની સપાટીએ પર કારોબાર કરી રહ્યો છે.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે આઈટી, બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મેટલ અને ફાઈનાન્શિયલ શેરોમાં પણ સારી મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. મીડિયા શેરોમાં આજે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.
Hero MotoCorp 3.5 ટકા, ONGC 2.99 ટકા અને ટેક મહિન્દ્રા 2.56 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 2.46 ટકાની મજબૂતી પર છે અને ઇન્ફોસિસ 2.05 ટકાના ઉચાળા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીના ઘટતા શેરોની વાત કરવામાં આવે તો ટાટા કન્સોર્ટિયમમાં 2.60 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નેસ્લેમાં 0.84 ટકા અને ટાઇટનમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એપોલો હોસ્પિટલ અને NTPC પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.