Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IT રિટર્ન ભરવાની ડેડલાઈન પૂરી, 2022-23માં 5.83 કરોડ દાખલ થયા

નાણાકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2022 ના રોજ સમાપ્ત થઈ હતી. અને આજની તારીખ સુધીમાં 5.83 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ટેક્સ અધિકારીઓએ આ જાણકારી આપી છે. જે કરદાતાઓના ખાતામાં ઓડિટિંગની જરૂર નથી તેમના માટે 31 જુલાઈ, 2022ના રોજ આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ હતી.About 5.83 crore ITRs for annual year 22-23 filed till 31st July. New record for Income Tax Department as over 72.42 lakh ITRs filed on a single day (31st July) pi
04:02 PM Aug 01, 2022 IST | Vipul Pandya

નાણાકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2022 ના રોજ સમાપ્ત થઈ હતી. અને આજની તારીખ સુધીમાં 5.83 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ટેક્સ અધિકારીઓએ આ જાણકારી આપી છે. જે કરદાતાઓના ખાતામાં ઓડિટિંગની જરૂર નથી તેમના માટે 31 જુલાઈ, 2022ના રોજ આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ હતી.

છેલ્લા દિવસ 31 જુલાઈએ રેકોર્ડબ્રેક 72.42 lakh IT રિટર્ન દાખલ કરાયા
આઈટી રિટર્ન દાખલ કરવાના છેલ્લા દિવસ 31 જુલાઈએ 72.42 લાખ IT રિટર્ન દાખલ કરાયા છે જે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક રેકોર્ડ સમાન છે. 
હવે આઈટી રિટર્ન ભરશો તો લાગશે આટલી પેનલ્ટી 
હવે આવકવેરા રિટર્ન ભરવાની ડેડલાઈન પૂરી થઈ ગઈ હોવાથી જે કોઈ પણ ભરવા માગતા હશે તેમણે પેનલ્ટી ચૂકવવી પડશે. પેનલ્ટી વગર કોઈ પણ આઈટી રિટર્ન નહીં ભરી શકે. જે કરદાતાઓની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી વધુ છે તેમને હવે આવકવેરા રિટર્ન ભરવા પર રૂપિયા 5,000નો દંડ ભરવો પડશે. અને તેમને 31 ડિસેમ્બર 2022 સુધીમાં આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે. જે કરદાતાઓની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી હોય તેમને રૂપિયા 1000નો દંડ ભરવો પડશે. તેમજ જેમની પાસે ટેક્સ એરિયર્સ છે તેમણે રિટર્ન મોડું ફાઇલ કરવા પર એક ટકા વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. જો કે, જે પણ વ્યક્તિની આવક કરપાત્ર આવકની મર્યાદા કરતા ઓછી હશે તેમણે કોઈ દંડ ભરવો નહીં પડે. 
Tags :
5.83crorefiledGujaratFirstITreturnsMeeting
Next Article