લદ્દાખથી જાપાન સુધી થરથરી ઉઠી ધરતી, ભૂકંપના તીવ્ર આંચકાથી સુનામીની ચેતવણી
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે
તેનાથી પણ એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. જી હાં જાપાનમાં તિવ્ર ભૂકંપના આંચકા
અનુભવાયા છે. જાપાનમાં
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિચ્ગર સ્ક્લેર પર 7.3ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા
સાથે જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. તો સાથે સાથે ભારતમાં પણ
ભૂંકપના તિવ્ર આંચકા અનુભવાયા છે. લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની
તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ લદ્દાખમાં મોડી સાંજે 7.05 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી
ગયા હતા. આ ભૂકંપના આફ્ટરશોક્સમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.
જો કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક હવામાન વિભાગના અધિકારીઓએ
જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ 110 કિમી, રેખાંશ 75.18 પૂર્વ અને અક્ષાંશ 36.01 ઉત્તરમાં હતી.
ભૂકંપના આંચકા શા માટે અનુભવાય છે?
તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ
અથડાય છે,
તે ઝોનને ફોલ્ટ
લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ
વધે છે,
ત્યારે પ્લેટો
તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢે છે અને વિક્ષેપ
પછી ભૂકંપના આંચકા અનુભવાય છે.