Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહીસાગરની હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું, બાલાસિનોરમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ કર્યો અંગિકાર

મહિસાગરમાં એક હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. બાલાસિનોરમાં હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં અંગિકાર કર્યો હોવાનું સામે આવતાં હડકમ મચ્યો છે. ખેડા, બાલાસિનોર, પંચમહાલના 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે. બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મપરિવર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી બાજુ, ધર્મપરિવર્તન કરનારા લોકોએ કહ્યું કે, કોઈ લોભ લાલચ નથી. સાથે જ તà«
મહીસાગરની હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું  બાલાસિનોરમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ કર્યો અંગિકાર
મહિસાગરમાં એક હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. બાલાસિનોરમાં હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં અંગિકાર કર્યો હોવાનું સામે આવતાં હડકમ મચ્યો છે. ખેડા, બાલાસિનોર, પંચમહાલના 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે. બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મપરિવર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ, ધર્મપરિવર્તન કરનારા લોકોએ કહ્યું કે, કોઈ લોભ લાલચ નથી. સાથે જ તેમનો દાવો છે કે, મહિના પહેલા કલેક્ટરને અરજી અપાઈ હતી. આ અંગેના ફોટો અને વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા બાલાસિનોર નગર સહિત મહિસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.ધર્મ પરિવર્તન અંગે હાલ ખબર પડી છે. કલેક્ટરને અરજી કરી છે કે નહીં તે તપાસ કરાશે.જિલ્લા તંત્ર સમગ્ર ઘટનાથી અજાણ હતું.
પોરબંદરથી આવેલા ધર્મગુરુએ સંકલ્પ લેવડાવ્યા
બાલાસિનોરના રોહિતવાસના 7, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના 45 લોકોએ હિન્દુ ધર્મ માંથી ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ધર્મ પરિવર્તન કરતા બાલાસિનોર નગર તેમજ આસપાસના લોકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રના હેતુથી ધર્મ પરિવર્તન કર્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
કેમ ધર્મ પરિવર્તન કર્યું?
આ બાબતે હિન્દુધર્મમાંથી બૌદ્ધધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતુ કે, બૌદ્ધ ધર્મમાં પંચશીલના આદર્શ ઉત્તમ હોવાના લીધે તેનાથી પ્રભાવિત થઈને આ ધર્મપરિવર્તન કર્યો છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.