Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ફાળે 4 મેડલ, જાણો આજે કયાં ખેલાડી પાસેથી મેડલની આશા

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ઈવેન્ટ્સના બીજા દિવસે 4 મેડલ જીત્યા છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49KG વેટ કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે  ભારતને સંકેતે પહેલો મેડલ અપાવી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનુ મેડલનું ખાતુ ખોલ્યું હતું ,વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે શનિવારે મેન્સમાં 55 કિગ્રા કેરેગરીમાં દેશને સિલ્વર મેડલ અàª
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ફાળે 4 મેડલ  જાણો આજે કયાં ખેલાડી પાસેથી મેડલની આશા
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ઈવેન્ટ્સના બીજા દિવસે 4 મેડલ જીત્યા છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49KG વેટ કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે  ભારતને સંકેતે પહેલો મેડલ અપાવી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનુ મેડલનું ખાતુ ખોલ્યું હતું ,વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે શનિવારે મેન્સમાં 55 કિગ્રા કેરેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. મલેશિયાના મોહમ્મદ અનીદે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો મેન્સના 61 કિગ્રા કેટેગરીમાં ગુરૂરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગોલ્ડ મલેશિયાના અઝનીલ મોહમ્મદે જીત્યો જ્યારે સિલ્વર પાપુઆ ન્યૂ ગિનીના મોરિયા બારૂએ જીત્યો હતો. 

રવિવારે પણ મેડલની સંખ્યામાં વધારો થવાની આશા 
ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે સંકેત સરગર અને બિંદ્યારાણીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ જીત્યો હતો. હવે રવિવારે પણ મેડલની સંખ્યામાં વધારો થવાની આશા છે. જો કે તમામની નજર આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પર રહેશે. આ સિવાય વેટલિફ્ટિંગમાં જ ભારતના બેગમાં વધુ 3 મેડલ આવી શકે છે. આજે  રવિવારે 31 જુલાઈએ મહિલા ક્રિકેટ ટીમ પોતાની મેચ રમશે. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ બપોરે 3.30 વાગ્યાથી પાકિસ્તાન સામે ટકરાશે. સાથે જ વેટલિફ્ટિંગમાં પણ ભારતીય ખેલાડીઓ ફાઇનલમાં પ્રવેશ કરશે અને તેમની પાસેથી મેડલની પૂરી આશા રહેશે. કોમનવેલ્થ ગેમ્સમાં રવિવાર માટેનું ભારતના ખેલાડીઓ આ રમતમાં મેદાને ઉતરશે આજે પણ સ્વિમીંગ, જિમ્નાસ્ટિક, બેડમિન્ટન તેમજ વુમન ક્રિકેટમાં ભારતના ખેલાડીઓ પોતાની કમાલ બતાવશે. જાણો કોમનવેલ્થમાં આજનું શિડ્યુલ 
સ્વિમિગ
પુરુષોની 200 મીટર બટરફ્લાય – હીટ 3: સાજન પ્રકાશ (3.00 PM)
પુરુષોની 50 મીટર બેકસ્ટ્રોક – હીટ 6: શ્રીહરિ નટરાજ (3.30 PM)
 જિમ્નેસ્ટિક્સ
મેન્સ ઓલ-અરાઉન્ડ ફાઈનલ: યોગેશ્વર સિંહ (1.30 PM)
 બેડમિન્ટન
મિક્સ્ડ ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ (10 PM)
 મહિલા ટી20 ક્રિકેટ
ભારત સામે પાકિસ્તાન (3.30 PM)
 બોક્સિંગ
48-50 કિગ્રા (લાઇટ ફ્લાયવેટ) રાઉન્ડ ઓફ 16: નિખાત ઝરીન (4.45 PM)
60-63.5 કિગ્રા (હળવું વેલ્ટરવેટ) રાઉન્ડ ઓફ 16: શિવ થાપા (5.15 PM)
71-75 કિગ્રા (મિડલવેટ) રાઉન્ડ ઓફ 16: સુમિત (સોમવાર -12.15 AM)
92kg ઉપર (સુપર હેવીવેટ): સાગર (સોમવારે 1 AM)
હોકી (પુરુષ)
ભારત વિ ઘાના (8.30 PM)
સાયકલિંગ
મેન્સ સ્પ્રિન્ટ ક્વોલિફાઈંગ: એસો આલ્બેન, રોનાલ્ડો લેટેનજામ, ડેવિડ બેકહામ (2.30 PM)
પુરુષોની 15 કિમી સ્ક્રેચ રેસ ક્વોલિફાઈંગ: વેંકપ્પા કેંગલગુટ્ટી, દિનેશ કુમાર (4.20 PM)
મહિલાઓની 500 મીટર ટાઈમ ટ્રેલ ફાઈનલ: ત્રિશા પોલ, મયુરી (9.00 PM)
 વેટલિફ્ટિંગ
પુરુષોની 67 કિગ્રા ફાઇનલ: જેરેમી લાલરિનુંગા (2 PM)
મહિલાઓની 59 કિગ્રા ફાઇનલ: પોપી હજારિકા (6.30 PM)
પુરુષોની 73 કિગ્રા ફાઇનલ: અચિંત શુલી (PM 11)
 સ્ક્વોશ
મહિલા સિંગલ્સ રાઉન્ડ 16: જોશના ચિનપ્પા (6 PM)
મેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 16: સૌરવ ઘોષાલ (6.45 PM)
 ટેબલ ટેનિસ
મેન્સ ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ (2 PM)
મહિલા ટીમ સેમિફાઇનલ (11.30 PM)
Advertisement
Tags :
Advertisement

.