Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અર્પિતા મુખરજીની ધરપકડ બાદ તેના ઘરેથી 4 લક્ઝરી કાર ગાયબ

શિક્ષક ભરતી કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ ચાલી રહી છે. દરમિયાન, ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અર્પિતા મુખર્જીની ડાયમંડ સિટીના ઘરેથી ધરપકડ કરાયા બાદ તેની ચાર લક્ઝરી કાર ગાયબ છે. આમાંથી બે કાર  અર્પિતા મુખર્જીના નામ પર છે. Audi A4, Honda City, Honda CRV અને Mercedes Benz ગુમ થઈ ગઈ છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ સીસીટીવી ફૂટેજમાંથી વિગતો ચકાસી રહ્યા છે. ઇà
અર્પિતા મુખરજીની ધરપકડ બાદ તેના ઘરેથી 4 લક્ઝરી કાર ગાયબ
શિક્ષક ભરતી કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ ચાલી રહી છે. દરમિયાન, ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અર્પિતા મુખર્જીની ડાયમંડ સિટીના ઘરેથી ધરપકડ કરાયા બાદ તેની ચાર લક્ઝરી કાર ગાયબ છે. આમાંથી બે કાર  અર્પિતા મુખર્જીના નામ પર છે. Audi A4, Honda City, Honda CRV અને Mercedes Benz ગુમ થઈ ગઈ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ સીસીટીવી ફૂટેજમાંથી વિગતો ચકાસી રહ્યા છે. ઇડીના અધિકારીઓએ પણ અર્પિતાના બેલઘરિયા ફ્લેટમાંથી સીસીટીવીની વિગતો માંગી છે.
ગુરુવારે, EDએ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.  EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂછપરછમાં અન્ય ઘણી પ્રોપર્ટીના લોકેશન મળી આવ્યા છે. છેલ્લા બે ફ્લેટ સિવાય બેલખારિયામાં વધુ બે ફ્લેટ મળી આવ્યા છે. EDના સૂત્રોએ જણાવ્યું કે તેમને સીલ કરવામાં આવ્યા છે.
 પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જીના OSD સુકાંત આચાર્યને પણ ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તે ગઈકાલે શારીરિક બિમારીનું કારણ આપીને આવ્યા ન હતા. બુધવારે 14 કલાકની મેરેથોન પૂછપરછ બાદ  ફરીથી માણિક ભટ્ટાચાર્યને બોલાવવામાં આવ્યા હતા. તેમને સવારે અગિયાર વાગ્યે ED ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને આજે નિયમિત તબીબી તપાસ માટે જોકા ESI હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ દ્વારા ગુરુવારે અર્પિતા મુખર્જીના ત્રણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંયથી કંઈ મળ્યું ન હતું. બેલઘરિયામાં પાડવામાં આવેલા દરોડામાં, મોટી સંખ્યામાં રોકડ અને સોનું ઉપરાંત, EDને રિયલ એસ્ટેટ કંપનીઓના કાગળો પણ મળ્યા છે, જે દર્શાવે છે કે પશ્ચિમ બંગાળ એસએસસી કૌભાંડના નાણાંનું રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.