Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબમાં 4 ગેંગ હજુ પણ સક્રિય, અવાર નવાર છેડાય છે લોહિયાળ જંગ

નાનકડા પંજાબમાં પોણા બે કરોડ ટન ઘઉં અને સવા કરોડ ટન ચોખા ભલે પેદા થતાં હોય, પણ આ એ જ રાજ્ય છે જયાં મોટા મોટા ગેંગસ્ટરો પણ પેદા થયા છે અને તેમની વચ્ચે લોહિયાળ ગેંગવોર પણ થઇ છે. હવે પંજાબી ગાયક મુસેવાલાની હત્યા બાદ ફરીથી અહીંની ગેંગ ચર્ચામાં આવી છે. પંજાબમાં 4 ગેંગ હજુ પણ સક્રિય છે. પંજાબની ગેંગવોરની કહાણી કોઇ હિન્દી ફિલ્મોના પ્લોટથી કમ નથી. જેવી રીતે ફિલ્મોમાં બતાવાય છે તેવી જ રીતે અહà
પંજાબમાં 4 ગેંગ હજુ પણ સક્રિય  અવાર નવાર છેડાય છે લોહિયાળ જંગ
નાનકડા પંજાબમાં પોણા બે કરોડ ટન ઘઉં અને સવા કરોડ ટન ચોખા ભલે પેદા થતાં હોય, પણ આ એ જ રાજ્ય છે જયાં મોટા મોટા ગેંગસ્ટરો પણ પેદા થયા છે અને તેમની વચ્ચે લોહિયાળ ગેંગવોર પણ થઇ છે. હવે પંજાબી ગાયક મુસેવાલાની હત્યા બાદ ફરીથી અહીંની ગેંગ ચર્ચામાં આવી છે. પંજાબમાં 4 ગેંગ હજુ પણ સક્રિય છે. 
પંજાબની ગેંગવોરની કહાણી કોઇ હિન્દી ફિલ્મોના પ્લોટથી કમ નથી. જેવી રીતે ફિલ્મોમાં બતાવાય છે તેવી જ રીતે અહીં પણ ગેંગવોર ચાલે છે. એક ગેંગનો ગેંગસ્ટર બીજી ગેંગના ગેંગસ્ટરને મારી નાખે છે અને આ જ પ્રકારે સિલસિલો ચાલતો રહે છે અને એક પછી એક મોત થતી રહે છે. 
આવી જ એક ગેંગવોરમાં મુસેવાલાની હત્યા થઇ છે. પોલીસે પણ આ હત્યાને ગેંગવોરથી સંકળાયેલી બતાવી છે. મુસેવાલા તરીકે પ્રખ્યાત પંજાબીગાયક શુભદીપ સિંહ સિદ્ધુને લાખો લોકો ફોલો કરતા હતા. તેમની હત્યા ત્યારે થઇ જ્યારે એક દિવસ પહેલાં જ તેમની સુરક્ષા પરત ખેંચાઇ હતી. મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગ અને તેના મોટા ભાઇ ગોલ્ડી બરાડે લીધી હતી. 
લોરેન્સ બિશ્નોઇ હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. જાણવા મળે છે કે તિહાર જેલમાંથી જ મુસેવાલાની હત્યાનું કાવતરું રચાયું હતું. ગોલ્ડી બરાડ હાલ કેનેડામાં છે. 
અત્યાર સુધી જે માહિતી મળી તે મુજબ મુસેવાલાની હત્યા વિક્રમસિંહ ઉર્ફે વિક્કી મિદ્દુખેડાની હત્યાના બદલામાં કરવામાં આવી છે. મિદ્દુખેડા યુથ અકાલી દલનો નેતા હતો અને 2021માં ઓગષ્ટમાં ધોળા દહાડે મોહાલીમાં તેની હત્યા કરાઇ હતી. મિદ્દુ ખેડા ગેંગસ્ટર બિશ્નોઇનો નીકટનો સાથીદાર હતો. તેની હત્યામાં મુસેવાલાના મેનેજર શગનપ્રીત સિંહનું નામ બહાર આવ્યું હતું પણ પોલીસ તેને પકડે તે પહેલાં જ તે ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો. 
મુસેવાલાની હત્યામાં બે ગેંગ વચ્ચેની લડાઇને કારણભૂત માનવામાં આવે છે. પંજાબમાં ઘણી ગેંગ એક્ટિવ છે અને તેમાં એક ગેંગ લોરેન્સ બિશ્નોઇની છે અને બીજી ગેંગ દવિંદર બંબીહાની છે. 2016માં એક એન્કાઉન્ટરમાં દવિન્દર બંબીહાનું મોત થયું હતું. પણ તેની ગેંગ હજું પણ એક્ટિવ છે. આર્મીનીયામાંથી લક્કી પટિયાલા તેની ગેંગ ચલાવે છે. 
મિદ્દુખેડાની હત્યામાં બંબીહા ગેંગે જવાબદારી લીધી હતી અને સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે મિદ્દુખેડા બિશ્નોઇ ગેંગ માટે કામ કરે છે. જેથી તેની હત્યા કરાઇ હતી. તેણે દાવો કર્યો કે હત્યામાં સામેલ શાર્પશૂટરને મુસેવાલાએ આશરો આપ્યો હતો. 
હવે મુસેવાલાની હત્યા બાદ બંબીહા ગૃપે બદલો લેવાની વાત કરી છે અને સોશિયલ મીડિયામાં લખ્યું કે મુસેવાલાને કોઇ ગેંગસ્ટર સાથે સંબંધ ન હતો. તે નોર્મલ લાઇફ જીવતો હતો અને છતાં તમે તેને અમારા ગૃપ સાથે જોડો છો તો અમે પણ તેની મોતનો બદલો જરુર લઇશું. 
પંજાબમાં ચાર ગેંગ મુખ્ય રીતે એક્ટિવ છે. 

જગ્ગુ ભગવનપુરિયા ગેંગ--જસદીપસિંહ ઉર્ફે જગ્ગુ ભગવનપુરીયા ગેંગને પંજાબમાં નાના મોટા સહુ ઓળખે છે. તે ઘણા ખેલાડીઓ અને કબડ્ડી લવર્સ માટે આઇકોન છે અને તેને પંજાબની સોપારી ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પજાબના માંજા વિસ્તારમાં સહુથી વધારે સક્રિય છે. 

લોરેન્સ બિશ્નોઇ ગેંગ-- બિશ્નોઇ પંજાબનો જાણીતો અપરાધી છે અને પંજાબ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી નેતા પણ રહી ચુક્યો છે. પોતાના કારનામાના કારણે તે અવાર નવાર જેલ ભેગો પણ થાય છે. તેની સામે હત્યા, લૂંટ અને આમ્ર્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયા છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં તેની સામે 25 ગુના છે. 
જયપાલ ભુલ્લર ગેંગ--પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જયપાલ ભુલ્લર અને તેના નીકટના સાથી જસ્સી ખરાર એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. પણ તેની ગેંગ આજે પણ એક્ટિવ છે. તેના ગેંગસ્ટરને તાજેતરમાં પોલીસે પકડયો પણ હતો. 

દવિન્દર બંબીહા ગેંગ-- પંજાબના સૌથી ખતરનાક ગેંગસ્ટર્સ પૈકીનો એક દવિન્દર બંબીહા પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે પણ તેની ગેંગ પણ હજું સક્રિય છે. બંબીહા ગૃપે સોશિયલ મીડિયામાં પંજાબી સિંગર મનકિરત ઓલખને ધમકાવાની જવાબદારી લીધી હતી. 
પંજાબના આ ગેંગસ્ટરોના ફેન ફોલોઇંગ પણ વધારે છે અને ગેંગસ્ટરોના સોશિયલ મીડિયામાં પોતાના પેજ પણ છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ પણ રહે છે. કોઇની હત્યા હોય કે કોઇને ધમકાવાનો હોય, તેઓ સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લેઆમ ચેલેન્જ આપે છે. અને તેથી જ પંજાબમાં ગેંગસ્ટર અને ગન કલ્ચર વધી રહ્યું છે. 
પંજાબમાં દેશની 2 ટકા વસતી છે પણ 10 ટકા બંદૂકો છે. ગૃહ વિભાગના આંકડા મુજબ 2016 સુધી દેશમાં 33.69 લાખ થી વધુ લાયસન્સવાળી બંદૂકો હતી અને તેમાં પણ પંજાબમાં 2022 જાન્યુઆરી સુધી 3.90 લાખથી વધુ લાયસન્સવાળી બંદુકો હતી. જો કે લાયસન્સ વગરની બંદૂકોનો તો કોઇ જ હિસાબ કિતાબ જ નથી. 
Advertisement
Tags :
Advertisement

.