જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયા બાદ ત્યાં બહારના કેટલા લોકોએ મિલકત ખરીદી?
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી તેને અઢી વર્ષ જેટલો સમય થયો છે. જ્યારે આ કલમ દૂર કરવામાં આવી તે સમયે એવો જોરશોરથી પ્રચાર થઇ રહ્યો હતો કે દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં મિલકત ખરીદી શકશે. ત્યારે આ કલમ દૂર થયાને આટલો સમય વિત્યા બાદ હવે જમ્મુ કાશ્મીર બહારના દેશના કેટલા નાગરિકોએ ત્યાં મિલકત ખીરીદી છે? આ સવાલનો જવાબ સરકારે લોકસભામાં આપ્યો છે.લોકસભામાં સરકારનો જવાબકેન
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી તેને અઢી વર્ષ જેટલો સમય થયો છે. જ્યારે આ કલમ દૂર કરવામાં આવી તે સમયે એવો જોરશોરથી પ્રચાર થઇ રહ્યો હતો કે દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં મિલકત ખરીદી શકશે. ત્યારે આ કલમ દૂર થયાને આટલો સમય વિત્યા બાદ હવે જમ્મુ કાશ્મીર બહારના દેશના કેટલા નાગરિકોએ ત્યાં મિલકત ખીરીદી છે? આ સવાલનો જવાબ સરકારે લોકસભામાં આપ્યો છે.
લોકસભામાં સરકારનો જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ ત્યાં મિલકત ખરીદી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં આપી હતી.
નિત્યાનંદ રાયે ગૃહમાં એક લેખિત જવાબમાં કહ્યું ‘જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કલમ 370 નાબૂદ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ ત્યાં મિલકતો ખરીદી છે.’ નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આ મિલકતો જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં છે.
અગાઉ મિલકત ખરીદવાની પરવાનગી ન હતી
અગાઉ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ના કારણે અન્ય રાજ્યોના લોકો મિલકત ખરીદી શકતા ન હતા. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કરી. ઉપરાંક કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કર્યા પછી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જમીન અને મિલકત ખરીદવા માટેના કાયદામાં ફેરફાર પણ કર્યો. આ નવા કાયદાના અમલ બાદ અન્ય રાજ્યોના લોકોને પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી મળી ગઈ છે.
Advertisement