ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

32 કાર્યક્ષેત્રો, 50થી વધુ શહેરો, 200થી વધુ બેઠકોનું આયોજન થશે, ગુજરાતમાં આયોજીત થશે આટલી મીટિંગ

G20 India Gujarat : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. ભારતે 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. ભારતના G20 પ્રેસિડેન્સીની થીમ “વસુધૈવ કુટુમ્બકમ્ છે, જે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્મેન્ટ: પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.પરિચયગ્રુપ ઓફ ટ્વેન્ટી (G20) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્
04:09 PM Jan 17, 2023 IST | Vipul Pandya
G20 India Gujarat : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. ભારતે 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. ભારતના G20 પ્રેસિડેન્સીની થીમ “વસુધૈવ કુટુમ્બકમ્ છે, જે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્મેન્ટ: પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.
પરિચય
  • ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G20) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • ભારતે 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. 
  • ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G20)માં 19 દેશોનો સમાવેશ થાય છે, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન સામેલ છે. 
  • G20 સભ્ય દેશો વૈશ્વિક GDPના લગભગ 85%, વૈશ્વિક વેપારના 75% અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
  • આ વર્ષે 9 અતિથિ દેશો છે: બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને UAE.
  • નિયમિત આંતરરાષ્ટ્રીય સંગઠનો (UN, IMF, WB, WHO, WTO, ILO, FSB, અને OECD) અને પ્રાદેશિક સંગઠનોના અધ્યક્ષો (AU, AUDA-NEPAD અને ASEAN) ઉપરાંત, ભારત, G20 અધ્યક્ષ તરીકે, ISA, CDRI અને ADB ને અતિથિ આંતરરાષ્ટ્રીય સંગઠનો તરીકે આમંત્રિત કરી રહ્યું છે.
  • G20 બે સમાંતર ટ્રેક ધરાવે છે: ફાયનાન્સ ટ્રેક અને શેરપા ટ્રેક.
ભારતમાં G20
  • ભારત 32 વિવિધ કાર્યક્ષેત્રોમાં 50 થી વધુ શહેરોમાં 200 થી વધુ બેઠકોનું આયોજન કરશે.
  • G20 પ્રતિનિધિઓ અને મહેમાનો ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક મેળવશે અને એક સમગ્ર વર્ષ માટે ભારતનો અનુભવ પ્રાપ્ત કરશે. 
  • ભારતની G20 અધ્યક્ષતા હેઠળ પ્રથમ વખત સ્ટાર્ટઅપ20 એન્ગેજમેન્ટ ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે, જે ઝડપથી બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્ય માટે મહત્વપૂર્ણ ઇનોવેશનને સંચાલિત કરવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકાને સમજે એવું ગ્રુપ છે. 
  • G20 દ્વારા સામૂહિક કાર્યને પ્રોત્સાહિત કરવા, મલ્ટી-ડિસિપ્લીનરી રિસર્ચ હાથ ધરવા અને કુદરતી આફતોનું જોખમ ઘટાડવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવા માટે ભારતની અધ્યક્ષતા હેઠળ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર એક નવા કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી છે. 
ભારતની G20 પ્રાથમિકતાઓ: 
  • ગ્રીન ડેવલપમેન્ટ, ક્લાઇમેટ ફાઇનાન્સ અને LiFE
  • ઝડપી, સમાવેશી અને મજબૂત વિકાસ  
  • ટેક્નોલોજીકલ ટ્રાન્સફોર્મેશન અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  • 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાઓ
  • મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ
ગુજરાતમાં આયોજિત મીટિંગ્સ
15 મીટિંગોનું આયોજન
  • G20 સેક્રેટરિયેટ તરફથી મળેલા કામચલાઉ શેડ્યૂલ મુજબ, ગુજરાત જાન્યુઆરી 2023 થી તમામ સ્તરે 15 મીટિંગોનું આયોજન કરશે. મીટિંગોના સ્તરો: મિનિસ્ટરિયલ (મંત્રી સ્તરે) (3), એન્ગેજમેન્ટ ગ્રુપ (3), વર્કિંગ ગ્રુપ (8) અને ઇવેન્ટ
5 સ્થળો
ગુજરાતના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવાશે
  • ગુજરાત સરકાર મુલાકાત લેનાર પ્રતિનિધિઓ સમક્ષ પોતાની પરંપરા, વારસો, સંસ્કૃતિ, નવીન પ્રોજેક્ટ્સ, રોકાણની સંભાવના અને તકોનું પ્રદર્શન કરશે.
  • ગુજરાતની વિવિધતા અને સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવા માટે ગુજરાત સરકાર રાજ્યના અગ્રણી અને ઐતિહાસિક પ્રવાસન સ્થળો જેવા કે: સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીરા, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિ વન, દાંડી કુટીર, સાબરમતી આશ્રમ, અડાલજ પર દરેક મીટિંગ માટે પર્યટન મુલાકાતોનું આયોજન કરી રહ્યું છે. આ ઉપરાંત, ગુજરાતના ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સજ્જતાને દર્શાવવા માટે રાજ્યની GIFT સિટી અને DREAM સિટી વગેરે જેવી સાઇટ વિઝિટનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. 
  • ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન, UNESCO વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અર્બન20 (U20) સાયકલનું આયોજન કરશે. અમદાવાદ 9-10 ફેબ્રુઆરી, 2023 દરમિયાન સિટી શેરપાઓની ઇન્સેપ્શન મીટિંગ, શહેરી વિકાસના મુદ્દાઓ પર વિષયગત ચર્ચાઓ અને સાઇડ ઇવેન્ટ્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે, જેનું સમાપન જૂલાઈ 2023માં U20 મેયર સમિટમાં થશે. G20 દેશોના મેયર અને પ્રતિનિધિઓ, C40, UGCL સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરો આ ઇવેન્ટ્સમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. 
  • યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023 ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ (આંતરરાષ્ટ્રીય બાજરાનું વર્ષ) જાહેર કરવામાં આવ્યું હોવાથી, ગુજરાત આ મીટિંગો દરમિયાન ભોજન માટે મિલેટ ફૂડ સ્ટેશન્સ સ્થાપિત કરશે. 
  • ગુજરાત સરકાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરશે અને ત્યારબાદ મીટિંગમાં આવેલા પ્રતિનિધિઓ માટે ગાલા ડિનરનું આયોજન કરશે. 
  • ગુજરાતની વિવિધ હસ્તકલાને પ્રદર્શિત કરવા ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે; ક્રાફ્ટ બજારમાં પટોળા, ટાંગલિયા, બાંધણી, પિથોરા વગેરેના કારીગરો દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે અને તેમના માટે ગુજરાતની આ અનોખી પરંપરાગત હસ્તકલા અને હાથશાળની ખરીદી માટે સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે.
આ પણ વાંચો - જાન્યુઆરીથી ગાંધીનગરમાં B20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગ યોજાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
G20G20IndiaGlobleFamilyGujaratGujaratFirstIndiaગુજરાતજી20ભારતવસુધૈવકુટુમ્બકમ્
Next Article