હેલ્પલાઇનમાં મદદ માટેના ફોન કોલ્સમાં 300 ટકાનો વધારો
લમ્પી વાયરસના કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં પશુના મોત નીપજ્યા છે જેને લઈને હાહાકાર મચી ગયો છે. સરકાર દ્વારા પશુ ચિકિત્સા માટે હેલ્પ લાઈન અને મેડીકલ વાન શરુ કરાઇ છે. હેલ્પ લાઈનમાં લમ્પી વાયરસના કોલમાં 300 ટકાનો વધારો નોંધાયો છે.રાજ્યમાં લમ્પી વાયરસનો કાળો કહેર છે જેના કારણે એક બાદ એક પશુઓ લમ્પી વાયરસનો ભોગ બની રહયા છે. લમ્પી વાયરસના કારણે એનિમલ હેલ્પલાઇન આવતા ફોન કોલ્સમાં સતત
લમ્પી વાયરસના કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં પશુના મોત નીપજ્યા છે જેને લઈને હાહાકાર મચી ગયો છે. સરકાર દ્વારા પશુ ચિકિત્સા માટે હેલ્પ લાઈન અને મેડીકલ વાન શરુ કરાઇ છે. હેલ્પ લાઈનમાં લમ્પી વાયરસના કોલમાં 300 ટકાનો વધારો નોંધાયો છે.
રાજ્યમાં લમ્પી વાયરસનો કાળો કહેર છે જેના કારણે એક બાદ એક પશુઓ લમ્પી વાયરસનો ભોગ બની રહયા છે. લમ્પી વાયરસના કારણે એનિમલ હેલ્પલાઇન આવતા ફોન કોલ્સમાં સતત વધારો થયો છે.1962 એનિમલ હેલ્પલાઇન પર લમ્પી વાયરસ ના અનેક ફોન કોલ્સ આવી રહ્યા છે. વધતા ફોન કોલને લઈને ફોન લાઈન વધારે કરીને સ્ટાફ વધારો કરવાની ફરજ પડી છે અને ફોન કોલ્સમાં 300 ટકાનો વધારો થયો છે
1962 એનિમલ હેલ્પલાઇન પર ફોન કોલ્સ નો સતત મારો થવાના કારણે સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે. ઓગસ્ટ ના 8 દિવસમા લમ્પી વાયરસના રાજ્યભરમાં 26658 પશુઓને ને એનિમલ હેલ્પલાઇન થકી સારવાર આપવામાં આવી છે.
જુલાઈ મહિનામાં 23409 કોલ્સ લમ્પી વાયરસની માહિતી માટે એનિમલ હેલ્પલાઇન 1962 પર આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં લમ્પી વાયરસના સૌથી વધુ કેસ કચ્છમાં આવતા 7468 પશુઓને સારવાર અપાઈ છે.
Advertisement