Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

3 આધુનિક હથિયાર વડે 30 રાઉન્ડ ફાયરિંગ, જુઓ સિદ્ધુ મુસેવાલાની કારની શું હાલત થઇ?

પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પ્રસિદ્ધ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જવાહરકે ગામ પાસે આ ઘટના બની છે. હુમલાખોરોએ AK-47, AK-94 સહિત અન્ય હથિયારો વડે કાર (મહિન્દ્રા થાર)માં સવાર મુસેવાલા પર લગભગ 30 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ હુમલામાં ગાયક સિદ્ધુ મુસેવાલા સાથે કારમાં બેઠેલા અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે.પંજાàª
3 આધુનિક હથિયાર વડે 30 રાઉન્ડ ફાયરિંગ  જુઓ સિદ્ધુ મુસેવાલાની કારની શું હાલત થઇ
પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પ્રસિદ્ધ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જવાહરકે ગામ પાસે આ ઘટના બની છે. હુમલાખોરોએ AK-47, AK-94 સહિત અન્ય હથિયારો વડે કાર (મહિન્દ્રા થાર)માં સવાર મુસેવાલા પર લગભગ 30 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ હુમલામાં ગાયક સિદ્ધુ મુસેવાલા સાથે કારમાં બેઠેલા અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જે જગ્યા પર હત્યા કરવામાં આવી છે. તેની આસપાસની દિવાલો પર પણ ગોળીઓના નિશાન પડી ગયા છે. જ્યારે સિદ્ધુને હુમલાખોરોએ ગોળી મારી, ત્યારે તે વિસ્તારમાં રહેતો મેસ્સી નામનો વ્યક્તિ સ્થળ પર પહોંચ્યો હતો. ઘટનાના સાક્ષીએ જણાવ્યું કે ગાયક સિદ્ધુ સાથે કારમાં વધુ બે લોકો બેઠા હતા. સિદ્ધુના શરીરમાં ગોળીઓ વાગી હતી અને મેં જોયું કે તેઓ શ્વાસ લઈ રહ્યા હતા. મેં સિદ્ધુને કારમાંથી બહાર કાઢ્યો અને તેને બીજી કારમાં બેસાડી હોસ્પિટલ મોકલ્યો.
એવું કહેવામાં આવ્યું હતું કે કારમાં સિદ્ધુ સાથે બેઠેલા અન્ય બે લોકોને પણ ગોળી વાગી હતી. બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરોએ સિદ્ધુને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોરોએ 35 થી 40 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિદ્ધુ મુસેવાલા પર AN-94 જેવા ત્રણ અત્યાધુનિક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.
જ્યાં હત્યા કરવામાં આવી હતી ત્યાં વળાંક આવે છે અને વળાંકને કારણે અહીં કાર ધીમી પડી જાય છે અને હુમલાખોરોએ તેનો લાભ લીધો હતો. આ ગોળીબાર દરમિયાન બંદૂકમાંથી છોડવામાં આવેલી ગોળીઓ આસપાસના ઘરોની દિવાલોને પણ વીંધી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પંજાબની ભગવંત માન સરકારે શનિવારે જ સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા હટાવી હતી. જેના બીજા જ દિવસે તેની હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલા પંજાબના ટોપ મોસ્ટ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના નિશાના પર હતો. તે જ સમયે કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે (લોરેન્સ બિશ્નોઈનો સાથી) સિદ્ધુ મુસેવાલાના મૃત્યુની જવાબદારી સ્વીકારી છે. લૉરેન્સ બિશ્નોઈ હાલમાં દિલ્હીની તિહાર જેલમાં હાઈ સિક્યોરિટી વોર્ડમાં કેદ છે. ગેંગસ્ટરની ગેંગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ફેલાયેલી છે.
Advertisement
Tags :
Advertisement

.