સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેકસે વટાવી 55,000ની સપાટી
સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો છે. એશિયન શેરબજારોમાં તેજીના કારણે ભારતીય બજારની શરૂઆત ભારે વધારા સાથે થઈ છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સમાં 630 પોઈન્ટના વધારા સાથે નિફ્ટીએ 175 પોઈન્ટની સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે.શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં લીલા નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 623 પોઈન્ટ એટલેકે 1.44 ટકાના વધારા સાથે 55,507
સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો છે. એશિયન શેરબજારોમાં તેજીના કારણે ભારતીય બજારની શરૂઆત ભારે વધારા સાથે થઈ છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સમાં 630 પોઈન્ટના વધારા સાથે નિફ્ટીએ 175 પોઈન્ટની સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે.
Advertisement
શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં લીલા નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 623 પોઈન્ટ એટલેકે 1.44 ટકાના વધારા સાથે 55,507ની સપાટી પર ખુલ્યો અને નિફ્ટી 175 પોઈન્ટ એલેકે 1.07 ટકા વધીને 16,527.60ની સપાટી પર ખુલ્યો છે.
શેરબજારમાં તેજી દરમિયાન તમામ સેક્ટરના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, એનર્જી જેવા સેક્ટરમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 3 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સેન્સેક્સના 30 શેરમાંથી 27 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર 3 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આજના વધતા શેરો પર નજર કરીએ તો ઈન્ફોસીસ 2.89 ટકા, UPL 2.56 ટકા, HCL ટેક 2.44 ટકા, ટાટા મોટર્સ 2.42 ટકા, ગ્રાસિમ 2.39 ટકા, અદાણી પોર્ટ્સ 2.29 ટકા, વિપ્રો 2.27 ટકા, ટાઇટન કંપની 2.09 ટકા, ટેક મહિન્દ્રા 5.9 ટકા. સાથે ટ્રેડ કરી રહ્યા છે. ઘટતા શેરો પર નજર કરીએ તો, JSW સ્ટીલ 2.17 ટકા, Ipca લેબ 1.30 ટકા, NMDC 0.48 ટકા, ઇન્ટર ગ્લોબ 0.61 ટકા, ગ્લેનમાર્ક 0,38 ટકા, અપોલો હોસ્પિટલ 0.02 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.