ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરવિંદ કેજરીવાલે પોલીસનું મનોબળ તોડ્યું, 30 પૂર્વ IPS અધિકારીઓનો રાષ્ટ્રપતિને પત્ર

દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના (AAP) પ્રમુખ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિરૂદ્ધ 30 પૂર્વ DGPએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લેખિત ફરિયાદ કરી છે. આ પૂર્વ પોલીસ અધિકારીઓએ રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં અમદાવાદ ઓટો રિક્ષામાં મુસાફરી કરવાના બનાવનો ઉલ્લેખ કરકા લખ્યું કે, અરવિંદ કેજરીવાલના નિવેદનથી પોલીસ ફોર્સના મનોબળને હાનિ પહોંચી છે. તેમણે  આરોપ લગાવ્યો કે આ સમગ્ર મામલો રાજકàª
03:21 PM Sep 20, 2022 IST | Vipul Pandya
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના (AAP) પ્રમુખ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિરૂદ્ધ 30 પૂર્વ DGPએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લેખિત ફરિયાદ કરી છે. આ પૂર્વ પોલીસ અધિકારીઓએ રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં અમદાવાદ ઓટો રિક્ષામાં મુસાફરી કરવાના બનાવનો ઉલ્લેખ કરકા લખ્યું કે, અરવિંદ કેજરીવાલના નિવેદનથી પોલીસ ફોર્સના મનોબળને હાનિ પહોંચી છે. તેમણે  આરોપ લગાવ્યો કે આ સમગ્ર મામલો રાજકિય ફાયદો લેવા ઉઠાવવામાં આવ્યો.
રાષ્ટ્રપતિને હસ્તક્ષેપ કરવા વિનંતી
પૂર્વ પોલીસ વડાઓએ તેમના પત્રમાં આગળ લખ્યું છે કે, 'અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પોતાને રાજકીય શહીદ તરીકે રજૂ કરવા માગે છે. તેમના પ્રયાસોએ માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોલીસ દળને તમાશો બનાવી દીધો છે. આનાથી તેમનું મનોબળ નબળું પડી ગયું છે.' પોલીસ (Police) અધિકારીઓએ આ સમગ્ર મામલે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની વિનંતી કરી છે.
રાજકિય લાભ મેળવવા અપમાન કર્યું
કેજરીવાલ પર આરોપ છે કે, પોલીસ સાથેની જીભાજોડી દરમિયાન કેજરીવાલે પોલીસ વિરુદ્ધ કેટલીક આયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓએ પોલીસના મનોબળને ઠેસ પહોંચાડી છે. કેજરીવાલ દેશની રાજધાનીના મુખ્યમંત્રી હોવાથી પોલીસ તેમને સુરક્ષા આપવા બંધાયેલ છે. કોઈપણ અનિચ્છનીય ક્ષતિઓને રોકવા માટે પોલીસ દ્વારા તેમની જરૂરી સ્તરની સુરક્ષા જાળવવામાં આવી હતી. આવી સ્થિતિમાં માત્ર રાજકીય લાભ મેળવવા માટે કેજરીવાલે પોલીસ અધિકારીઓને તેમની ફરજ બજાવવાથી સંપૂર્ણપણે અટકાવીને તેમનું અપમાન કર્યું હતું કે, ગુજરાતના પોલીસ અધિકારીઓ રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા પર કાળો ડાઘ છે, જે અત્યંત નિરાશાજનક છે.
આ અધિકારીઓએ લખ્યો પત્ર
પંજાબના પૂર્વ મહાનિર્દેશક પી.સી.ડોગરા, ઉત્તરપ્રદેશના પૂર્વ મહાનિર્દેશક વિક્રમ સિંહ, મહારાષ્ટ્રના પૂર્વ મહાનિર્દેશક પ્રવીણ દીક્ષિત, કેરળના પૂર્વ મહાનિર્દેશક એમ.જી. રમણ, બિહારના પૂર્વ મહાનિર્દેશ એસ.કે.ભારદ્વાજ, આધ્રપ્રદેશના પૂર્વ મહાનિર્દેશક આલોક શ્રીવાસ્તવ સહિત કુસ 30 IPS અધિકારીઓના નામ છે.


શું હતો મામલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આંટાફેર ગુજરાતમાં વધ્યા છે અને થોડાં દિવસ પૂર્વે અમદાવાદમાં (Ahmedabad) રિક્ષાચાલકના ઘરે તેઓ જમવા જવાના હતા. ગુજરાત પોલીસની માથે તેની સુરક્ષાની જવાબદારી હોય જેથી અધિકારી દ્વારા તેમને અટકાવાયા હતા પરંતુ કેજરીવાલે પોતાની જીદ્દ છોડી નહી અને પોલીસ અધિકારી સાથે પોલીસનું મોરલ ડાઉન થાય તેવું નિવેદન આપી દલીલો કરી અશોભનિય વર્તન કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે અગાઉ દેશના સનદી અધિકારીઓ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ કરવાની માંગ પણ કરવામાં આવી ચુકી છે.
આ પણ વાંચો - દેશના 56 પૂર્વ અધિકારીઓની આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ
Tags :
ArvindKejriwalBureaucratGujaratGujaratFirstGujaratPoliceIPSpresident
Next Article