Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લેઉઆ પટેલ સમાજની 3 સંસ્થાઓના નિર્માણ માટે છૂટી કરોડોના દાનની સરવાણી, આવ્યું અધધધ.. દાન

છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર અત્રેની લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૉલેજ બિલ્ડીંગ નિર્માણ પામશે આ તકે પોરબંદરના સંસદ રમેશભાઈ ધડુક તેમજ સમાજના શ્રેષ્ઠીઓના અધ્યક્ષતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ-દાતાશ્રીઓ નું સન્માન અને વાલી સંમેલન યોજાયું હતું.આ સંસ્થા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ આપેલ બેટી પઢાઓના સૂત્રન
06:10 PM Feb 25, 2023 IST | Vipul Pandya
છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર અત્રેની લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૉલેજ બિલ્ડીંગ નિર્માણ પામશે આ તકે પોરબંદરના સંસદ રમેશભાઈ ધડુક તેમજ સમાજના શ્રેષ્ઠીઓના અધ્યક્ષતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ-દાતાશ્રીઓ નું સન્માન અને વાલી સંમેલન યોજાયું હતું.
આ સંસ્થા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ આપેલ બેટી પઢાઓના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા તત્પર બન્યું છે હાલમાં 1200 જેટલી દીકરીઓ આસપાસના 200 જેટલા ગામોમાંથી અભ્યાસ માટે આવે છે અને આગામી સમયમાં વધુ સંખ્યામાં થશે. LKGથી લઇ ડબલ ગ્રજ્યુએશન માટે 56 વીઘામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું  ભવ્ય બિલ્ડીંગ તૈયાર થવા જઈ રહ્યું છે જેમાં આધુનિક ટેક્નોલોજી-ડિજિટલ માધ્યમ-ઓડિટોરિયમ ક્લાસ રૂમ-વિશાળ લેબો-ભવ્ય લાયબ્રરીનો સમાવેશ કરાશે. લેઉવા પટેલ સમાજની દીકરીઓને વધુ સારું શિક્ષણ અને ઉચ્ચ સંસ્કાર સાથે તેજસ્વીતા કેળવે તે માટે સંસ્થાના વડા વિઠ્ઠલભાઈ ધડુકના વડપણ હેઠળ અને સમાજ શ્રેષ્ઠિઓના માર્ગદર્શન હેઠળ ગોંડલમાં  લેઉવા પટેલ કન્યા છાત્રાલય કાર્યરત છે અને આગામી સમયમાં દીકરીઓ કોમ્પિટિશન એકજામની તૈયારી માટે કોચિંગ પણ અપાશે. 
ગુજરાતમાં ક્યાંયના હોઈ તેવું પટેલ સમાજનું નિર્માણ થશે
સંસ્થાના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ ધડુક દ્વારા આજના કાર્યક્રમ માં જાહેરાત કરી હતી કે ગોંડલના જામવાડી ગામ પાસે 14 વીઘામાં વિશાળ પાર્ટી પ્લોટ અને પટેલ સમાજ નું ભવ્યાતિ ભવ્ય બનાવામાં આવશે આ તકે ઉપસ્થિત સંસદ રમેશ ધડુક પરિવાર દ્વારા 2 કરોડ તેમજ ગોંડલ ના ઉદ્યોગપતિ અને પટેલ સમાજ ના શ્રેષ્ઠી ધનસુખભાઇ નંદાણીયા તરફથી એક કરોડ નું તુરંત અનુદાન મળતા ઉપસ્થિત સૌ કોઈ એ આ સેવા પ્રવૃત્તિ ને બિરદાવ્યા હતા અને સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ક્યાંયના હોઈ તેવું આધુનિક પટેલ સમાજ બનાવામાં આવશે.
ગોંડલમાં કુમારો માટે પણ સ્કૂલ - કોલેજ અને છાત્રાલય પણ બનાવાશે 
લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસો માં ગોંડલ ના ઉમવાડા રોડ પર 11.50 વીઘા માં કુમાર છાત્રાલય નું પણ નિર્માણ કરશે જેમાં  સ્કૂલ તથા કોલેજ ઉપરાંત  છાત્રાલય પણ તૈયાર કરશે અને જ્ઞાતિના બાળકો ને સારું ભણતર મળી રહે તે માટે કટિબદ્ધ રહેશે 
ઉચ્ચ અભ્યાસ અર્થે હવે ગોંડલ બહાર જવું નઈ પડે
આ સંસ્થા દ્વારા આગામી સમય માં ઇન્ફોરમેશન ટેકનોનોલોજી - આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી - પોલિટિકલ સાયન્સ - જર્નાલિઝમ - લો - બી.એસસી , બી.કોમ, આર્ટસ તેમજ નર્સિંગ જેવા કોર્ષીસ માટે પણ કોલેજ માં વિભાગો શરૂ કરાશે જેથી લેઉવા પટેલ સમાજ ની દીકરીઓ ને  વધુ અભ્યાસ અર્થે  ગોંડલ બહાર જવું નહીં પડે અહીં જ માં જ તમામ સવલતો મળશે.
સમાજ ના દરેક સેવાકાર્ય માં મારો પરિવાર આગળ હશે - રમેશ ધડુક, સંસદ સભ્ય
લેઉવા પટેલ સમાજ દ્વારા એક નહિ પણ ત્રણ-ત્રણ સંસ્થાઓનું  ભવ્ય નિર્માણ કરવા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમ ના અધ્યક્ષ રમેશભાઈ ધડુક એ સ્વ. ઉજીબેન લવજીભાઈ ધડુક ના સ્મરણાર્થે હસ્તે. નૈમિષભાઈ - સાવનભાઈ દ્વારા 5 કરોડ થી વધુ રકમ નું દાન આપી સમાજ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને દીકરા - દીકરીઓ ના સારા અભ્યાસ માટે મારા થી બનતી તમામ પ્રયત્નો કરીશ અને સમાજ માટે વધુ જરૂર પડશે તો પણ હું અને મારો પરિવાર સદેવ સમાજ સાથે છીએ.
લેઉવા પટેલ સમાજ ના નિર્માણકાર્ય માં દાતાઓ વરસ્યા
આજે લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા વિદ્યા શક્તિ પીઠ ના બિલ્ડીંગ નિર્માણ નિમિતે ઉપસ્થિત સંસદ રમેશ ધડુક દ્વારા 5.5 કરોડ, વિઠ્ઠલભાઈ ધડુક દ્વારા 1.1 કરોડ ઉદ્યોગપતિશ્રી ધનસુખભાઇ નંદાણીયા પરિવાર તરફ થી 1.5 કરોડ - રાવજીભાઈ કાબાભાઈ માંડણકા દ્વારા 35લાખ - ગિરધરભાઈ રૈયાણી પરિવાર - 35 લાખ - રસિકભાઈ મારકણા - 25 લાખ - લક્ષ્મણભાઇ પટેલ 21 લાખ આ ઉપરાંત અનેક દાતાઓ દ્વારા દાન આપવાની ની જાહેરાત થઇ હતી.
આ પણ વાંચો - વિશ્વઉમિયાધામમાં 72 કલાકમાં 450 મહાનુભાવો પાયાના પિલ્લર બન્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GondalGujaratGujaratFirstGujaratiNewsInstitutionsLeauaPatelMPRameshDhadukPatelComunitySaurashtra
Next Article