દિલ્હીમાં ડ્રામા, કોંગ્રેસના 3 કોર્પોરેટરો AAPમાં જોડાયા બાદ ફરી કોંગ્રેસમાં જોડાયા
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation)ના પરિણામો પછી કોંગ્રેસ ( Congress)ના નેતાઓ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં જોડાયા હતા અને તેના થોડા કલાકો પછી એક રસપ્રદ વળાંક આવ્યો છે. દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મેહદી તેમજ બ્રિજપુરી વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર નાઝિયા ખાતૂન અને મુસ્તફાબાદ વોર્ડના કાઉન્સિલર સબીલા બેગમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા, પરંતુ આ ત્રણેય નેતાઓ ફરીથી કોંગ્રેસમાં àª
03:07 AM Dec 10, 2022 IST
|
Vipul Pandya
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation)ના પરિણામો પછી કોંગ્રેસ ( Congress)ના નેતાઓ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં જોડાયા હતા અને તેના થોડા કલાકો પછી એક રસપ્રદ વળાંક આવ્યો છે. દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મેહદી તેમજ બ્રિજપુરી વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર નાઝિયા ખાતૂન અને મુસ્તફાબાદ વોર્ડના કાઉન્સિલર સબીલા બેગમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા, પરંતુ આ ત્રણેય નેતાઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
રાહુલ ગાંધીની માફી માગી
ઘટનાના કલાકો બાદ દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મેહદીએ માફી માંગી અને કહ્યું કે તેઓ તેમની જૂની પાર્ટીમાં જોડાઈ ગયા છે. એમ પણ કહ્યું કે હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાર્યકર છું. તેમની સાથે આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા મુસ્તફાબાદથી કાઉન્સિલર સબિલા બેગમ અને બ્રિજપુરીના નાઝિયા ખાતૂન ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
કાર્યકરોએ વિરોધ કર્યો હતો
મહેદીની કોંગ્રેસમાં પાછા જવાની જાહેરાત મુસ્તફાબાદમાં વિરોધ પ્રદર્શન બાદ આવી છે. કારણ કે કોંગ્રેસના કાર્યકરોએ તેમના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો. જો કે મેહદી ફરી કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત બાદ પાર્ટીના અનેક નેતાઓ તેમના વખાણ કરી રહ્યા છે.
કોંગ્રેસના 9 કોર્પોરેટર
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPએ 250માંથી 134 બેઠકો જીતી છે. જ્યારે 104 વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો કબજે કરી છે. તે જ સમયે કોંગ્રેસના 2 કાઉન્સિલરો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી સાથે ગયા હતા, જે બાદ કોંગ્રેસના કાઉન્સિલરોની સંખ્યા ઘટીને 7 થઈ ગઈ હતી, પરંતુ બળવાખોર નેતાઓ થોડા સમય બાદ ફરી કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
ચૂંટણીમાં રસાકસી થઇ હતી
નાઝિયા ખાતૂનને બ્રિજપુરી વોર્ડમાંથી 9639 વોટ મળ્યા. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરફીન નાઝને હરાવ્યા હતા. અરફીનને 7521 વોટ મળ્યા. નાઝિયાએ 2118 મતોથી કાઉન્સિલરની ચૂંટણી જીતી હતી. બીજી તરફ કોંગ્રેસના સબિલા બેગમ મુસ્તફાબાદ વોર્ડમાંથી ચૂંટણી જીતી છે. તેમણે ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવાર સરબરી બેગમને હરાવ્યા. સબિલા બેગમને 14921 વોટ મળ્યા. જ્યારે સરબારીને 8339 મત મળ્યા હતા. સબિલા બેગમ આ ચૂંટણીમાં 6582 મતોથી જીતી હતી.
MCDમાં ભાજપે સત્તા ગુમાવી
15 વર્ષથી MCDમાં રહેલા ભાજપે સત્તા ગુમાવી છે. દિલ્હી વિધાનસભામાં ત્રણ વખત જીત મેળવી રહેલી AAP પ્રથમ વખત MCD જીતવામાં સફળ રહી છે. 4 ડિસેમ્બરે MCDની 250 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 382 ઉમેદવારો અપક્ષ હતા. ભાજપ અને AAPએ તમામ 250 બેઠકો માટે તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર 247 ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article