Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 631 પોઈન્ટના ઘટાડા સાથે 56,429.45ની સપાટી પર ખુલ્યો

શેરબજારની શરૂઆત આજે મોટા ઘટાડા સાથે થઈ છે.  નબળા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારમાં આજે  ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેડના પરિણામો પહેલા અમેરિકી બજારોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો .આજે બજારની શરૂઆત 1 ટકાથી વધુના ઘટાડા સાથે થઈ છે.  સેન્સેક્સ 631 પોઈન્ટ એટલે કે 1.11 ટકાના ઘટાડા સાથે 56,429.45ની સપાટી પર ખુલ્યો છે. NSEનો નિફ્ટી 178 પોઈન્ટ એ
શેરબજારમાં કડાકો  સેન્સેક્સ 631 પોઈન્ટના ઘટાડા સાથે 56 429 45ની સપાટી પર ખુલ્યો
શેરબજારની શરૂઆત આજે મોટા ઘટાડા સાથે થઈ છે.  નબળા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારમાં આજે  ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેડના પરિણામો પહેલા અમેરિકી બજારોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો .
આજે બજારની શરૂઆત 1 ટકાથી વધુના ઘટાડા સાથે થઈ છે.  સેન્સેક્સ 631 પોઈન્ટ એટલે કે 1.11 ટકાના ઘટાડા સાથે 56,429.45ની સપાટી પર ખુલ્યો છે. NSEનો નિફ્ટી 178 પોઈન્ટ એટલે કે 1.04 ટકાના ઘટાડા સાથે 16,924.45ની સપાટી પર ખુલ્યો હતો.
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50માંથી માત્ર 4 શેરમાં જ તેજી સાથે અને 46 શેરોમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો 115 પોઈન્ટના ઘટાડા સાથે 0.32 ટકા વધીને 35,973 પર ટ્રેડ થઈ રહ્યો છે એટલે કે તે 36,000ના મહત્વના સ્તરથી નીચે સરકી ગયો છે.
આજના કારોબારમાં ઇન્ડસઇન્ડ બેન્ક 4.71 ટકા અને એક્સિસ બેન્ક 1.02 ટકા ઉપર છે. Tata Motors 0.59 ટકા અને Divi's Labs 0.14 ટકાની મજબૂતી પર ટ્રેડ કરી રહ્યાં છે. ટાઇટનમાં 1.9 ટકા અને બજાજ ઓટોમાં 1.65 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઇન્ટ્સમાં 1.58 ટકા અને સન ફાર્મામાં 1.56 ટકાના ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એપોલો હોસ્પિટલ્સમાં 1.52 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.