Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આહીર સમાજનો 29 મો સમૂહલગ્નસત્વ યોજાયો,238 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

સુરત ખાતે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં 238 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે.આહિર સમાજના 29 માં સમૂહલગ્નોત્સવવમાં સહભાગી બની નવદંપતિઓને મુખ્યહમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ પાઠવ્યા હતા.આહિર સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે: ભૂપેન્દ્રભાઈ પટેલેસુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે આહીર સેવા સમાજ સમિતિ દ્વારા 29 મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં સહભાગી થઈ મુખ્ય મંત્રી ભૂપેનà«
05:06 PM Jan 28, 2023 IST | Vipul Pandya
સુરત ખાતે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં 238 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે.આહિર સમાજના 29 માં સમૂહલગ્નોત્સવવમાં સહભાગી બની નવદંપતિઓને મુખ્યહમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ પાઠવ્યા હતા.
આહિર સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે: ભૂપેન્દ્રભાઈ પટેલે
સુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે આહીર સેવા સમાજ સમિતિ દ્વારા 29 મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં સહભાગી થઈ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 238 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. મુખ્યમંત્રી એ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી,આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આહિર સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે, જેથી તેમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સમાજ સારા ઉદ્દેશ સાથે આગળ વધતો હોય તો સરકાર તેમની સાથે ઊભી રહેશે. સરકારની નીતિ અનુસાર આહિર સમાજમાં શૈક્ષણિક છાત્રાલયનું નિર્માણ કરવા ઈચ્છતા હોય તો રાજ્ય સરકાર દ્વારા જમીન આપવા માટેની તત્પરતા મુખ્યમંત્રી દર્શાવી હતી. 
આહીર સમાજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહ્યો છે. કરકસરના પ્રતિકરૂપ સમુહ લગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
          
પ્રદેશ પ્રમુખશ્રી  પાટિલે સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આહીર સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. પૈસાના અભાવે કોઈ દીકરીઓના લગ્ન થતા રહી ન જાય તે માટે સમાજના અગ્રણીઓએ વર્ષોથી સમુહ લગ્નોત્સવનું આયોજન કરી રહ્યો છે જે બદલ પ્રદેશ પ્રમુખ પાટિલે સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોરોનાના કપરા કાળમાં આહિર સમાજના ડોકટરોએ સેવા પરાયણતાના ભાવ સાથે દર્દીઓની કરેલી સેવાને યાદ કરી સૌને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
     
સંપુર્ણ પ્રિમિયમ સમાજ દ્વારા ભરવામાં આવશે
સમૂહલગ્નની સાથે સેવાકીય પ્રવૃતિમાં સમારોહ સ્થળે ‘રક્તદાન કેમ્પ, અંગદાન મહાદાન’ જાગૃતિ અભિયાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર ૨૩૮ નવયુગલોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા તથા પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના હેઠળ રૂ.૪ લાખના કવચની ભેટ આપવામાં આવી હતી. 
જેનું સંપુર્ણ પ્રિમિયમ સમાજ દ્વારા ભરવામાં આવશે. રાજય સરકારની સાત ફેરા સમુહલગ્ન અને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દરેક દીકરીઓને રૂ.૨૪,૦૦૦ની સહાયનો પણ લાભ મળશે.આ સમૂહલગ્નોત્સવમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી, વન અને પર્યાવરણમંત્રી મુળુભાઈ બેરા, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જામનગર સાંસદ પુનમબેન માડમ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય ઓ, આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડ, પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ, નટુભાઈ ભાટુ, હરિભાઈ નકુમ, મગનભાઈ ઝીંઝાળા, વરજાંગભાઈ ઝીલરિયા સહિત સમાજશ્રેષ્ઠીઓ, આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
આપણ  વાંચો- DGN ટોરેન્ટ પાવર કંપની દ્વારા લેન્ડલૂઝરોને નોકરી નહિ અપાતા આત્મોવિલોપનનો પ્રયાસ, પોલીસે અટકાયત કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhirsocietyBhupendrabhaiPatelGujaratFirstMassmarriageceremonySuratThenewlyweds
Next Article