શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફટીના શેરમાં ઉછાળો
વૈશ્વિક બજારમાં મજબૂતીને કારણે આજે સ્થાનિક શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે. આજે ભારતીય શેરબજારની શરૂઆત સારા ઉછાળા સાથે થઈ છે. પ્રી-ઓપનમાં જ બજાર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલે અમેરિકી બજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય શેરબજાર પર પડી રહી છે. આજે એશિયન બજારોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.NSEનો નિફ્ટી 84.20 પોઈન્ટ્સ એટલેકે 0.49 ટકા વધીને 17,329.25ની સપાટીએ ટ્રેડિંગ ક
05:04 AM Apr 29, 2022 IST
|
Vipul Pandya
વૈશ્વિક બજારમાં મજબૂતીને કારણે આજે સ્થાનિક શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે. આજે ભારતીય શેરબજારની શરૂઆત સારા ઉછાળા સાથે થઈ છે. પ્રી-ઓપનમાં જ બજાર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલે અમેરિકી બજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય શેરબજાર પર પડી રહી છે. આજે એશિયન બજારોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
NSEનો નિફ્ટી 84.20 પોઈન્ટ્સ એટલેકે 0.49 ટકા વધીને 17,329.25ની સપાટીએ ટ્રેડિંગ કરી રહ્યો હતો. BSEનો સેન્સેક્સ 296.45 પોઈન્ટ્સ એટલેકે 0.52 ટકા વધીને 57,817.51ની સપાટીએ ખુલ્યો હતો. આજે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50માંથી 39 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને બાકીના 11 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આજે બેંક નિફ્ટીમાં 132 પોઈન્ટ એટલે કે 0.36 ટકાના ઉછાળા બાદ 36,554ની સપાટીએ છે.
બજારના સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો, FMCG સિવાય, બાકીના તમામ સેક્ટરમાં તેજી જોવા મળી છે. હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધુ 1.18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને ફાર્મા શેરોમાં 1.15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. PSU બેન્કો 0.93 ટકા અને રિયલ્ટી શેરોમાં 0.73 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.
સન ફાર્મામાં 3.73 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં 1.67 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. Dr Reddy's Labs 1.45 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. M&M 1.16 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બજાજ ફાઇનાન્સમાં 1.14 ટકાનો વધારો જોવા મળ્યો છે.
એક્સિસ બેન્ક 3.84 ટકા, જ્યારે SBI લાઇફ 3.44 ટકા ડાઉન છે. બજાજ ઓટોમાં 0.83 ટકાની નબળાઈ નોંધાઈ રહી છે અને બ્રિટાનિયામાં 0.73 ટકાનો ઘટાડો થયો છે. પાવર ગ્રીડ 0.40 ટકાના ઘટાડા પર છે.
Next Article