Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ આફ્રિકામાં વડોદરાના યુવાન સહિત શિપના 26 કૃ મેમ્બરને બંધક બનાવાયા

પશ્ચિમ આફ્રિકા (West Africa) માં વડોદરા (Vadodara) ના યુવાન સહિત 26 યુવકો ફસાયા છે. મળી રહેલા મહત્વના સમાચાર મુજબ  નાઇજીરીયા (Nigeria)ના પાડોશી દેશ ઇક્વેટોરિયલ ગિની (Equatorial Guinea) એ ભારતીય કોમર્શીયલ શીપના 26 ક્રુ મેમ્બરને બંધક બનાવ્યા છે. આ બંધકોમાં વડોદરાના યુવાન હર્ષવર્ધન સૌચેનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 90 દિવસથી આ ક્રૃ મેમ્બરોને બંધક બનાવાયા છે. તમામ કૃ મેમ્બરોને મુક્ત કરાવી ભારત લાવવામાં આવે તેવી માગ હર્ષ
પશ્ચિમ આફ્રિકામાં વડોદરાના યુવાન સહિત શિપના 26 કૃ મેમ્બરને બંધક બનાવાયા
પશ્ચિમ આફ્રિકા (West Africa) માં વડોદરા (Vadodara) ના યુવાન સહિત 26 યુવકો ફસાયા છે. મળી રહેલા મહત્વના સમાચાર મુજબ  નાઇજીરીયા (Nigeria)ના પાડોશી દેશ ઇક્વેટોરિયલ ગિની (Equatorial Guinea) એ ભારતીય કોમર્શીયલ શીપના 26 ક્રુ મેમ્બરને બંધક બનાવ્યા છે. આ બંધકોમાં વડોદરાના યુવાન હર્ષવર્ધન સૌચેનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 90 દિવસથી આ ક્રૃ મેમ્બરોને બંધક બનાવાયા છે. તમામ કૃ મેમ્બરોને મુક્ત કરાવી ભારત લાવવામાં આવે તેવી માગ હર્ષવર્ધનના પરિવારે સરકાર સમક્ષ કરી છે.

14 ઓગસ્ટથી કૃ મેમ્બરને બંધક બનાવાયા
પ્રાપ્ત માહિતી મુજબ 26 વ્યક્તિઓ સાથેના કોમર્શિયલ શિપને  નાઇજીરીયાના પાડોશી દેશ ઇકવિટેરિયલ ગિની ખાતે રોકી દેવાયું છે.  ભારતીય શિપને આંતરરાષ્ટ્રીય જળ સીમામાં આંતરીને ઇક્વેટોરિયલ ગિનીમાં લઇ જવાઇ છે અને ગત 14 ઓગસ્ટથી 26 ક્રુ મેમ્બરને બંધક બનાવાયા છે. છેલ્લા 90 દિવસથી વડોદરા શહેરનો એન્જિનિયર યુવાન હર્ષવર્ધન સૌચે પણ બંધક બનાવાયો છે. તે ઘેર પરત ન આવતા પરિવાર ચિંતિત બન્યો છે. 
ઇક્વેટોરિયલ ગિની દેશના અધિકારીઓએ બંધક બનાવ્યા
ગત 14 ઓગષ્ટથી હર્ષવર્ધન સહિત 26 કૃ મેમ્બરને ઇક્વેટોરિયલ ગિની દેશના અધિકારીઓએ બંધક બનાવ્યા છે. તેમને એક હોટેલમાં લઇ જવાયા હતા અને ત્યાં રુમમાં બંધ કરી દેવાયા હતા. તમામની રોજ પૂછપરછ કરાઇ રહી છે. ત્યારબાદ તમામને ફરીથી શીપમાં લઇ જવાયા હતા અને હવે નાઇજીરીયા તેમનો કબજો લેશે તેવી માહિતી મળતાં હર્ષવર્ધનનો પરિવાર વધુ ચિંતિત બન્યો છે. 
ધમકી આપી શિપને રોકી દેવાયું
ભારતની કોમર્શિયલ શિપ એમટી હીરોઇક ઇડુનને ગત 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમામાં નાઇજીરીયન શીપે રોકી હતી અને શીપ તથા કૃ મેમ્બર સામે કાર્યવાહી કરવાની ધમકી આપી ઇક્વેટોરિયલ ખાતે લઇ જવાયા હતા.
આ શિપમાં 16 ભારતીય, 8 શ્રીલંકા અને 1 પોલેન્ડ તથા 1 ફિલિપીન્સ વ્યક્તીઓ મળીને 26 કૃ મેમ્બર છે. 

તમામ ડોક્યુમેન્ટ બતાવ્યા છતાં બંધક બનાવાયા
વડોદરાના યુવાન હર્ષવર્ધનના પરિવારે કહ્યું કે શિપને લગતા તમામ ડોક્યુમેન્ટ ગિની સરકારને બતાવવામાં આવ્યા છે અને કોઇ બાબત ગેરકાયદે હોય તેવું હજું બહાર આવ્યું નથી છતાં 20 લાખ ડોલરનો દંડ ફટકારાયો હતો અને કંપનીએ આ દંડ ચુકવી દીધો છે છતાં બંધકોને હજું છોડવામાં આવ્યા નથી. 
મદદ કરવા સરકારને વિનંતી
હર્ષવર્ધનના પરિવારની હાલત કફોડી બની ગઇ છે અને ચિંતામાં મુકાઇ ગયો છે. હર્ષવર્ધન સહિત તમામ કૃ મેમ્બરોને મુક્ત કરાવવામાં મદદ કવા પરિવારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
Advertisement

સાંસદે પણ વિદેશ મંત્રાલયને જાણ કરી
પરિવારે આ બાબતે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સમક્ષ પણ રજૂઆત કરી હતી જેથી તત્કાળ સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયમાં પત્ર પણ લખ્યો છે. પરિવારે નાઈજીરિયા 26 લોકોનો કબ્જો લે તે પહેલા કાર્યવાહી કરવા અરજ કરી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement
Tags :
Advertisement

.