Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હોસ્પિટલમાં 24 કલાક દાખલ રહેવું જરૂરી નથી, વીમા કંપનીઓની મનમાની મુદ્દે ગ્રાહક કોર્ટનો મહત્વનો આદેશ

કોરોના કાળમાં કેટલાય લોકો કોરોના સંક્રમિત થયા હતા અને કેટલાય લોકોએ વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંથી કોરોના મેડિકલ ક્લેઈમ અંગેની પોલીસી  પ્રિમીયમ ભરીને લીધી હતી પરંતુ મેડિકલ ક્લેમ એનકેન પ્રકારે નહિ મંજૂર થાય તેમ કહેતા એક ફરિયાદીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરતા ગ્રાહક ગ્રાહક સુરક્ષા એ પણ ઇન્સ્યોરન્સ કંપની સામે ફિટકાર વરસાવી છે અને ફરિયાદીને અઢી લાખ રૂપિયા 7ટકા વ્યાજ સહિત માનસિ
12:25 PM Aug 09, 2022 IST | Vipul Pandya
કોરોના કાળમાં કેટલાય લોકો કોરોના સંક્રમિત થયા હતા અને કેટલાય લોકોએ વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંથી કોરોના મેડિકલ ક્લેઈમ અંગેની પોલીસી  પ્રિમીયમ ભરીને લીધી હતી પરંતુ મેડિકલ ક્લેમ એનકેન પ્રકારે નહિ મંજૂર થાય તેમ કહેતા એક ફરિયાદીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરતા ગ્રાહક ગ્રાહક સુરક્ષા એ પણ ઇન્સ્યોરન્સ કંપની સામે ફિટકાર વરસાવી છે અને ફરિયાદીને અઢી લાખ રૂપિયા 7ટકા વ્યાજ સહિત માનસિક ત્રાસના ૩૦૦૦ અને અરજી કરવાના ૩૦૦૦ ચૂકવવાનો હુકમાં કર્યો છે
ભરૂચના સંતકૃપા સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર શાંતિલાલ બેરાવાળાએ કોરોના રક્ષક પોલિસી ફ્યુચર જનરલ ઇન્શ્યોરન્સ સોલ્યૂશન કંપની પાસેથી રૂપિયા ૨૭૨૨ નું પ્રીમિયમ ભરી તારીખ ૨૨-૦૭-૨૦૨૦થી લીધી હતી આ પોલિસી કોરોનાના સમયમાં સ્પેશ્યલ પોલિસી વીમા કંપની આપતી હતી પોલિસીના સમયગાળા દરમિયાન તારીખ ૨૧-૦૮-૨૦૨૦થી તારીખ ૨૬-૦૮-૨૦૨૦ સુધી ભરૂચની કોરોનાની સારવાર માટેની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં સારવાર લીધી હતી પોલિસીની જોગવાઈ મુજબ પોલિસી લેનારને પોલિસીના સમયગાળા દરમિયાન જો કોરોના થાય તો ખર્ચને ધ્યાનમાં લીધા સિવાય રૂપિયા ૨,૫૦,૦૦૦ ચૂકવવા વીમા કંપની જવાબદાર ઠરે અને RTPCR ટેસ્ટ positive હોવો જોઈએ તેમ છતાં વીમા કંપની દ્વારા ફરીયાદીનો કલેઇમ નામંજૂર કરવામાં આવેલ હતો અને કારણ એવું આપવામાં આવેલ હતું કે હોસ્પિટલમાં સારવારની જરૂર ન હતી દ્વારા દવાથી રોગ નિયંત્રિત થઈ શકે તેમ હતું 
આ તમામ તકરાર ગ્રાહક કમિશનર ભરૂચ દ્વારા સ્વીકારવામાં આવેલ ન હતી અને આ કામમાં ફરીયાદી ગ્રાહક તરફથી જાણીતા એડવોકેટે મહેન્દ્રભાઈ કંસારાએ હાજર રહી દલીલો કરી હતી જે નામદાર કોર્ટ દ્વારા સ્વીકારી ગ્રાહક સુરક્ષા કમિશનર અધ્યક્ષ એમ .એચ .પટેલ સાહેબ તથા શ્રી આર .એન .જાદવ સભ્યનાઓએ તારીખ ૦૩-૦૮-૨૦૨૨ ના રોજ કરેલ જેમાં ફરીયાદી ગ્રાહક રાજેન્દ્ર શાંતિલાલ બેરાવાળાને ૨,૫૦,૦૦૦ અરજીની તારીખથી ૭ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરેલ છે તદુપરાંત માનસિક ત્રાસના રૂપિયા ૩૦૦૦ અને કાનૂની ખર્ચના રૂપિયા ૩૦૦૦ ચૂકવવાનો પણ વીમા કંપનીને આદેશ કર્યો છે
આથી કોરોનાના સમયગાળામાં ભોગ બનનારાના કલેઇમ વીમા કંપની દ્વારા નાના અને બિનજરૂરી કારણો આપી કલેઇમ નામંજૂર કરાતા ગ્રાહકોમાં ભારે કચવાટની લાગણી ફેલાયેલી હતી આ ચુકાદાથી ગ્રાહકોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ છે
શ્વાસની બીમારી હોવાનું કહી ઇન્સ્યોરન્સના મંજૂર કરનાર સામે ગ્રાહક સુરક્ષાની લાલ આંખ
ભરૂચની આલ્ફા સોસાયટી  લિંક રોડ પર રહેતા નિલેશભાઈ પ્રેસવાળાએ ન્યૂ ઇન્ડિયા assurance કંપની લિમિટેડમાંથી મેડિકલેઇમ પોલિસી રૂપિયા ૬૧૩૯ નું વીમા પ્રીમિયમ ભરી લીધી હતી ત્યારબાદ  તારીખ ૧૭-૦૮ -૨૦૧૯ થી ૨૦-૦૮-૨૦૧૯ સુધી રોગ ને કારણે હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યારબાદ તબીબી ખર્ચ નો કલેઇમ વીમા કંપની પાસે રજુ કર્યો હતો 
જે કલેઇમ માટે અગાવથી રોગનું અસ્તિત્વ હોવાનું જણાવી કલેઇમ નામંજૂર કરવામાં આવેલ હતો આથી શ્રી નિલેશભાઈ એ તેમના એડવોકેટ મહેન્દ્રભાઈ કંસારા મારફતે ભરૂચ ગ્રાહક કમિશનરમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેની તાજેતર સુનાવણી થયેલ અને અરજદારના વકીલની દલીલો નામદાર કોર્ટએ સ્વીકારી ભરૂચ ગ્રાહક કમિશનના અધ્યક્ષમાં એમ .એચ .પટેલ અને સભ્ય શ્રી આર .એન .જાદવએ હુકમાં કર્યો જેમાં ફરીયાદીને સારવાર ખર્ચની રકમ રૂપિયા ૩૮૦૦૦અરજીની તારીખથી વાર્ષિક ૭ ટકા  વ્યાજ સહીત ચૂકવવાનો હુકમ કર્યો છે અને માનસિક ત્રાસના રૂપિયા ૨૦૦૦ અને કાનૂની ખર્ચના રૂપિયા ૨૦૦૦ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે
Tags :
courtorderGujaratFirstimportantconsumerinsurers
Next Article
Home Shorts Stories Videos