Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાર પાકિસ્તાની સહિત 22 YouTube ચેનલ પર પ્રતિબંધ, દેશવિરોધી સામગ્રી બદલ કાર્યવાહી, જાણો નામ

કેન્દ્ર સરકારે ફરી એક વખત સોશિયલ મીડિયા પર તવાઇ બોલાવી છે. ભારત સરકાર દ્વારા કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં 22  YouTube ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબૂક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા  IT Rules 2021 અંતર્ગત આ કાર્યવાહી કરી છે. જે 22 YouTube ચેનલ બેન કરવામાં આવી છે તેમાં ચાર પાકિસ્તાની ચેનલà
ચાર પાકિસ્તાની સહિત 22 youtube ચેનલ પર પ્રતિબંધ  દેશવિરોધી સામગ્રી બદલ કાર્યવાહી  જાણો નામ
કેન્દ્ર સરકારે ફરી એક વખત સોશિયલ મીડિયા પર તવાઇ બોલાવી છે. ભારત સરકાર દ્વારા કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં 22  YouTube ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબૂક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા  IT Rules 2021 અંતર્ગત આ કાર્યવાહી કરી છે. જે 22 YouTube ચેનલ બેન કરવામાં આવી છે તેમાં ચાર પાકિસ્તાની ચેનલનો સમાવેશ પણ થાય છે. 
જે 22 YouTube ચેનલ બેન કરવામાં આવી છે તેમની કુલ વ્યુઅરશીપ 260 કરોડની છે. આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર સંવેદનશીલ અને ખોટી માહિતી ફેલાવવા અને ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબતો પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો.
ભારતીય યુટ્યુબ ચેનલો પર એક્શન
IT નિયમ 2021ના આધારે ભારતીય યુટ્યુબ ચેનલો પર પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આઈટી નિયમ 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. હાલમાં જે બ્લોકિંગ ઓર્ડર આપવામાં આવ્યા છે તેમાં 18 ભારતીય અને 4 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવાની વાત છે.
આ યુટ્યુબ ચેનલોનો ઉપયોગ વિવિધ મુદ્દાઓ પર ખોટા સમાચાર ફેલાવવા માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર આ ચેનલો દ્વારા ખોટી પોસ્ટ બનાવવામાં આવી રહી હતી. વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવતી ભારત વિરોધી સામગ્રીને પણ બ્લોક કરી દેવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુક્રેનની સ્થિતિ અંગે ઘણી ખોટી માહિતી ભારતીય યુટ્યુબ ચેનલો દ્વારા પણ શેર કરવામાં આવી છે. આ ચેનલો પર આવી સામગ્રી અન્ય દેશો સાથે ભારતના સંબંધોને ખરાબ કરવાના હેતુથી પોસ્ટ કરવામાં આવી રહી હતી.
ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં આવતી હતી
પ્રતિબંધિત YouTube ચેનલોમાં ઘણી ટીવી ચેનલોના લોગો અને ટેમ્પલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચેનલોએ તેમની પોસ્ટના થંબનેલમાં ઘણા ટીવી એન્કરની તસવીરનો પણ ઉપયોગ કર્યો છે, જેથી દર્શકોને ગેરમાર્ગે દોરવામાં આવે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા થંબનેલ્સ અને ટાઇટલ સાથે આવી પોસ્ટ કરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં તો પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા.
આઇટી મંત્રાલયે ગયા વર્ષે ડિસેમ્બરથી એટલે કે ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં 78 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. આ સાથે ઘણા એવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના મુદ્દાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા. મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર પ્રામાણક, વિશ્વસનીય અને સુરક્ષિત ઓનલાઈન ન્યૂઝ મીડિયા વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. 
કઈ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
ARP News, AOP News, LDC News, Sarkari Babu, SS ZONE Hindi, Smart News, News23 Hindi, Online Khabar, DP news, PKB News, Kisan Tak, Borana News, Sarkari News Update, Bharat Mausam, RJ ZONE 6, Exam Report, Digi Gurukul

પાકિસ્તાની ચેનલો
Duniya Mery Aagy, Ghulam Nabi Madni, HAQEEQAT TV, HAQEEQAT TV 2.0

વેબસાઇટ
Dunya Mere Aagy
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ
ટ્વિટર- Ghulam Nabi Madni, Dunya Mery Aagy, Haqeeqat TV 
ફેસબુક- Dunya Mery Aagy
Advertisement
Tags :
Advertisement

.