રાજયમાં બે વર્ષમાં 215 કરોડ ઉપરાંતનો વિદેશી દારુ અને 370 કરોડના નશીલા દ્રવ્યો ઝડપાયા
રાજયમાં દારુબંધીના દાવાઓ વચ્ચે સરકારના જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે રાજયમાં દારુબંધી માત્ર કાગળ પર જ છે. ગુજરાત વિધાનસભામાં દારુબંધીના પોકળ દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાતમાં દેશી વિદેશી દારુની રેલમછેલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નમાં સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. સરકારના જવાબ મુજબ રાજયàª
08:23 AM Mar 03, 2022 IST
|
Vipul Pandya
રાજયમાં દારુબંધીના દાવાઓ વચ્ચે સરકારના જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે રાજયમાં દારુબંધી માત્ર કાગળ પર જ છે. ગુજરાત વિધાનસભામાં દારુબંધીના પોકળ દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે.
ગુજરાતમાં દેશી વિદેશી દારુની રેલમછેલ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નમાં સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. સરકારના જવાબ મુજબ રાજયમાં છેલ્લા બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર રૂપિયાનો અધધ કહી શકાય તેટલો વિદેશી દારૂ પકડાયો છે. આટલું પૂરતું ના હોય તેમ રાજયમાં છેલ્લા બે વર્ષમાં 4 કરોડ 33 લાખ ઉપરાંતની કિંમતનો દેશી દારૂ પણ પકડાયો છે. સરકારી આંકડા મુજબ રાજયમાં 16 કરોડ 20 લાખ કિંમતની બિયરની બોટલો પણ પકડાઈ છે. બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતનો વિદેશી તથા દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. પોલીસ અવાર નવાર બુટલેગરોને પકડીને તેમની પાસેથી લાખો રુપિયાનો દારુ કબજે કરે છે. પોલીસની કાર્યવાહી સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહે છે અને દારુ પકડાતો હોવા છતાં બુટલેગરો પણ બેફામ બનીને નવો દારુ અન્ય રાજયોમાંથી લાવતા રહે છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં લાખો રુપીયાનો દારુ પીવાય પણ છે. સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો કે દારુ અને નશીલા દ્રવ્યોના કારોબારમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ પણ હજું કરવાની બાકી છે.
નશીલા દ્રવ્યોનો પણ કાળો કારોબાર
રાજયમાં દારુ જુગાર ઉપરાંત નશીલા દ્રવ્યોનો પણ કાળો કારોબાર ચાલી રહ્યો છે. વિધાનસભામાં સરકારે આપેલા જવાબમાં બે વર્ષમાં 370 કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા અને પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. દારુ તથા નશીલા દ્રવ્યોનો સતત વધી રહેલો ઉપયોગ જોતાં ઉડતા ગુજરાતનું બિરુદ આપવું પડે તેવી નોબત આવી છે.
સુરતમાં નશીલા દ્રવ્યો માટે વપરાતા પેપર્સ પકડાયા હતા
તાજેતરમાં ગાંજો, ચરસ સહિતના નશાકારક ડ્રગ્સ પીવા માટે વપરાતા સ્ટીક કોબ્રા પેપર્સ પણ સુરત પોલીસે કબજે કર્યા હતા. પોલીસ બાતમીના આધારે સુરતના પાંડેસરા આશાપુરી સોસાયટીમાં શિવ પાન સેન્ટરમાં પહોંચી હતી અને ત્યાં લલ્લન શિવનંદન યાદવ તથા ગોવર્ધન ગૌરાંગચરણ નાયકને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી કોબ્રા પેપર્સના નવ બોકસ અને રોલર બિયર પેપરનું એક બોકસ મળી આવ્યું હતુ.પાંડેસરા બાદ ઉમરા પોલીસે પણ વેસુ વિસ્તારમાં બે અલગ અલગ પાન ના ગલ્લા પર છાપો મારી ગાંજો અને ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટીક ના 39 બોક્સ કબ્જે કરી 4 શખ્સને ઝડપી પાડયા હતા.
ગુજરાતમાં દારુ પકડાવાનો સિલસિલો હજુ પણ યથાવત
વલસાડ પોલીસે ગુરુવારે ને.હા 48 પરથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતાં દવાના બોક્ષની આડમાં વિદેશી દારૂની દમણથી કરાતી હેરફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે 26 લાખના મુદ્દામાલ સાથે 1ને ઝડપી લીધો હતો. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ બે અલગ અલગ સ્થળોએ દારૂ ભરેલી કાર પલટી હતી. પોલીસે કારનો પીછો કરતાં પલટી ગઇ હતી. પોલીસ તપાસમાં બંને કારમાંથી દારુનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત છાપી પાસે પણ પોલીસે ટેન્કરમાંથી 32,93,200 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 7950 બોટલો ઝડપી પાડી ટેન્કર ચાલકની અટકાયત કરી હતી.
પોલીસની મીઠી નજર
આ તો સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા છે પણ ગુજરાતમાં ઠેર ઠેર બિન્ધાસ્ત દારુનો કારોબાર ચાલી રહ્યો છે તે વાત પણ નગ્ન સત્ય છે. ઠેર ઠેર નશીલા પદાર્થોની હેરાફેરી પણ બિન્ધાસ્ત થતી રહે છે. પોલીસની રહેમ નજર હેઠળ દારુ અને નશીલા દ્રવ્યોનો કારોબાર ચાલે છે તે વાત પણ જગજાહેર છે. બુટલેગરો પણ બેફામ બનીને દારુનો કારોબાર કરી રહ્યા છે ત્યારે દારુબંધીનો કડક અમલ કરાવવા સરકારે વિશેષ પ્રયાસો કરવા પણ એટલા જ જરુરી છે.
Next Article