અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, એપ્રિલ માસમાં પાણીના 211 સેમ્પલ અનફીટ
અમદાવાદમાં એપ્રિલ માસમાં ઝાડા ઉલટીના 843, કમળાના 125 કેસ નોંધાયા છે. પાણીના વિવિધ જગ્યાઓ પરથી લેવાયેલા નમૂનામાંથી 211 સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા છે. અમદાવાદમાં ગરમી સતત વધી રહી છે. ગરમીનો પારો ચાલુ સીઝનમાં 45 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે બીજી તરફ પાણીજન્ય રોગચાળો વધતા લોકોની હાલાકી વધી છે. એક તરફ અસહ્ય ગરમી અને બીજી તરફ પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતા એપ્રીલ માસમાં ઝાડા ઉલટીના 843 અને à
08:10 AM May 04, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદમાં એપ્રિલ માસમાં ઝાડા ઉલટીના 843, કમળાના 125 કેસ નોંધાયા છે. પાણીના વિવિધ જગ્યાઓ પરથી લેવાયેલા નમૂનામાંથી 211 સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા છે.
અમદાવાદમાં ગરમી સતત વધી રહી છે. ગરમીનો પારો ચાલુ સીઝનમાં 45 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે બીજી તરફ પાણીજન્ય રોગચાળો વધતા લોકોની હાલાકી વધી છે. એક તરફ અસહ્ય ગરમી અને બીજી તરફ પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતા એપ્રીલ માસમાં ઝાડા ઉલટીના 843 અને કમળાના 125 કેસ નોંધાયા જ્યારે ટાઈફોઈડના 152 અને કોલેરાનો એક કેસ નોંધાયો. સતત વધેલી પ્રદૂષિત પાણીની ફરિયાદોને લઈને એપ્રિલ માસમાં 7856 રેસીડેન્સ કલોરીન ટેસ્ટ કરવામા આવ્યા હતા .બેકટેરીયોલોજીકલ 1177 ટેસ્ટ કરાયા હતા. એપ્રિલ માસમાં પાણીના 211 સેમ્પલ ફેઈલ થતા આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધી કુલ ચાર મહીનામાં 231 પાણીના સેમ્પલ ફેઈલ થયા છે.
આ વર્ષે ફેઈલ થયેલા કુલ પાણીના નમૂના 231 સામે આવ્યા જ્યારે કુલ રોગચાળાના આ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીના 1563, કમળાના 486, ટાઈફોઈડના 440 તથા કોલેરાના 6 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામા આવે તો એપ્રિલ માસમાં મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાના 48 અને ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો હતો. ડેન્ગ્યૂના 8 તથા ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા હતા.
આ વર્ષે એપ્રિલ સુધીમાં મેલેરિયાના 76, ઝેરી મેલેરિયાના 4, ચિકનગુનિયાના 105 તથા ડેન્ગ્યુના 40 કેસ નોંધાયા હતા. સતત ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકતા પ્રશાસન સામે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. પ્રદુષીત પાણીની ફરીયાદો નિવારવી તે જરૂરી બને છે કેમ કે પાણીજન્ય રોગચાળાને નાથવો જરૂરી છે.
Next Article