Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2000 વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી, જાણો નાગર બ્રાહ્મણના ઇષ્ટ દેવ હાટકેશ્વર મહાદેવની દંતકથા

2000 વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં શિવરાત્રીનું મહત્વ આજે ભગવાન ભોળાનાથ ની ભક્તિ, પૂજા અર્ચના કરવા ના મહાપર્વ મહાશિવરાત્રી ના પવિત્ર દિવસે શિવાલયો માં હર હર  મહાદેવ અને ૐ નમઃ શિવાય ના નાદ ગુંજયા છે..ત્યારે મહેસાણા જિલ્લા ના અતિપ્રાચીન અને પૌરાણિક વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર માં મહાશિવરાત્રી ના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથ ના ચરણે શીશ ઝુકાવવા ભક્તો ની ભીડ જામી છે...વડનગર હાટકેશ્વર
2000 વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી  જાણો નાગર બ્રાહ્મણના ઇષ્ટ દેવ હાટકેશ્વર મહાદેવની દંતકથા
2000 વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં શિવરાત્રીનું મહત્વ 
આજે ભગવાન ભોળાનાથ ની ભક્તિ, પૂજા અર્ચના કરવા ના મહાપર્વ મહાશિવરાત્રી ના પવિત્ર દિવસે શિવાલયો માં હર હર  મહાદેવ અને ૐ નમઃ શિવાય ના નાદ ગુંજયા છે..ત્યારે મહેસાણા જિલ્લા ના અતિપ્રાચીન અને પૌરાણિક વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર માં મહાશિવરાત્રી ના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથ ના ચરણે શીશ ઝુકાવવા ભક્તો ની ભીડ જામી છે...વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં આજે દિવસ દરમ્યાન અનેક પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમો,શિવલિંગ પૂજા માટે જળાભિષેક,દુધાભિષેક ઉપરાંત અનેક દ્રવ્યો ના અભિષેક દિવસ દરમ્યાન કરવા માં આવશે..આ સાથે મહાશિવરાત્રી ની રાત્રી પૂજા દરમ્યાન ચાર પ્રહર પૂજા કરવામાં આવશે...આમ,વડનગર વાસીઓ ઉપરાંત ગુજરાતના અનેક સ્થળોએથી અનેક શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથ એવા હાટકેશ્વર દાદાની પૂજા અર્ચના કરવા અને ભોળાનાથના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં મંદિરે ઉમટ્યા છે. 
હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણના છે ઇષ્ટ દેવ 
હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણોના કુળદેવતા માનવામાં આવે છે. આ પવિત્ર સ્થાનકે દિવાળી વેકેશન, દર સોમવાર તેમજ ચૈત્ર સુદ ચૌદસ જે  દાદાની જન્મ જયંતિ માનવામાં આવે છે તે દિવસે ભોકતોની વિશેષ ભીડ જોવા મળે છે. શિવરાત્રી માં હાટકેશ્વર દાદાની વિષેશ પૂજા અર્ચનાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે. તેમજ શિવરાત્રીના પવિત્ર દિવસે દાદાની પાલખીયાત્રા ખુબજ સુંદર રીતે આયોજિત કરવામાં આવે છે. જેમાં વિષેશ પૂજા અર્ચના બાદ સ્વયં ભોળાનાથ સામે ચાલીને ભક્તોને નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શનનો લાભ આપે છે. આ નગરચર્યા એટલે કે પાલખીયાત્રામાં ભક્તોની વિષેશ ઉપસ્થિતિ જોવા મળે છે. અહીં મુખ્ય માર્ગો પર પાલખી યાત્રા ફર્યા બાદ નિજ મંદિર પરત ફરે છે. ભારતભરના શ્રદ્ધાળુઓને આ સ્થાનક સાથે અતૂટ શ્રધ્ધા સંકળાયેલી છે. અહીં દર્શન માત્રથી સઘળા દુઃખોનો નાશ થાય છે અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સ્થાનકની શીલકળા અને આબેહૂબ શિવલિંગના દર્શન કરી ભક્તો 12 દ્વાદશ જયોર્તિલિંગ ના દર્શનની અનુભૂતિ પણ કરે છે.
આ છે હાટકેશ્વર મહાદેવની દંતકથા 
મહાદેવ સતીના વિયોગમાં એટલા ગમગીન બની ગયા હતા કે તેમણે ધારણ કરેલા ચર્મના વસ્ત્ર પણ નીકળી ગયા અને નગ્ન અવસ્થામાં આવી ગયા. મહાદેવના દિવ્ય રૂપથી ઋષિ પત્નીઓ મોહિત થઈ ગઈ અને તેમની પાછળ દોડવા લાગી અને આકર્ષાઈ ગઈ. આ વાતની જાણ ધ્યાનમાં બેઠેલ ઋષિઓને થઈ અને ધ્યાન મુદ્રામાં તેમને એવો ભાષ થયો કે કોઈ બાવા જેવા દેખાતા પુરુષ પાછળ તેમની પત્નીઓ ગઈ છે ત્યારે ઋષિ મુનિઓએ એવો શ્રાપ આપ્યો કે જે અમારી પત્નીને મોહિત કરીને લઈ જાય છે તેનું લિંગ ખરી જાય. આમ શિવજીનું લિંગ શરીર પરથી છૂટું પડી જાય છે અને સીધું જમીનમાં પેશી અને સાત પાતાળ માના વિટલપાતાળમાં પ્રવેશી જાય છે જ્યાં હાટકી ( હટક એટલે સોનુ )નામની સુવર્ણ નદીમાં લિંગ વહે છે જ્યાં લિંગ પર સુવર્ણ કવચ ચડે છે. ત્યારબાદ ઋષિમુનિઓ ને ખ્યાલ આવે છે કે આ કોઈ બાવો નહિ પણ ખુદ દેવાધિદેવ મહાદેવ હતા. ત્યારે શિવજી પણ આ ઋષિમુનિઓ ને શ્રાપ આપવા જાય છે ત્યારે ભ્રમહા અને વિષ્ણુ આવી પહોંચે છે અને શિવજીને શ્રાપ નહિ આપવા મનાવી લે છે. ત્યારે શિવજી ઋષિ મુનિઓ ને કહે છે કે તમે અત્યાર સુધી મારા આખા શરીર રૂપી લિંગ ની પૂજા કરતા હતા તો હવે તમે મારા લિંગની પણ પૂજા કરશો. ત્યારે ખુદ ભ્રમહા જી એ લિંગ રૂપી શિવલિંગ ની સ્થપના કરી હતી જે હાલ નું હાટકેશ્વર મંદિર મનાય છે. હટક નદી ઉપર થી આ શિવલિંગ નું નામ હાટકેશ્વર પડ્યું અને દેવાધિદેવ મહાદેવની સ્થાપના થઇ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.