200 રન જ્યારે પણ બનાવ્યા શ્રીલંકા ક્યારે પણ હાર્યું નથી, તો શું ટીમ ઈન્ડિયા આજે...
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ આજે પુણેમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ આપેલા 207 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન 2 રને બોલ્ડ થયો હતો, જ્યારે શુભમન ગિલ 5 રને આઉટ થયો હતો. બન્ને વિકેટ રજીથાએ લીધી હતી. તો ડેબ્યુ મેચ રમી રહેલા રાહુલ ત્રિપાઠી પણ 5 રને મદુશંકાની બોલિંગમાં આઉટ થયો હતોInnings Break! 3⃣ wickets for @umran_malik_012⃣ wickets for @akshar2026 Target for #TeamIndia: 207 Scorecard ▶️ https://t.c
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ આજે પુણેમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ આપેલા 207 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન 2 રને બોલ્ડ થયો હતો, જ્યારે શુભમન ગિલ 5 રને આઉટ થયો હતો. બન્ને વિકેટ રજીથાએ લીધી હતી. તો ડેબ્યુ મેચ રમી રહેલા રાહુલ ત્રિપાઠી પણ 5 રને મદુશંકાની બોલિંગમાં આઉટ થયો હતો
Advertisement
Innings Break!
3⃣ wickets for @umran_malik_01
2⃣ wickets for @akshar2026Target for #TeamIndia: 207
Scorecard ▶️ https://t.co/Fs33WcZ9ag #INDvSL pic.twitter.com/O8IKZLHabc
— BCCI (@BCCI) January 5, 2023
અર્શદીપે પાંચ નો-બોલ ફેંક્યા
જો કે, આ મેચ અર્શદીપ માટે વધુ પાસ ન હતી. શ્રીલંકાના દાવની બીજી ઓવર નાખવા આવેલા અર્શદીપ સિંહે એ ઓવરમાં સતત ત્રણ નો-બોલ ફેંક્યા હતા. અર્શદીપની આ ઓવરમાં કુલ 21 રન બન્યા હતા. એટલું જ નહીં, અર્શદીપે તેની આગલી ઓવરમાં બે નો-બોલ પણ ફેંક્યા. એટલે કે અર્શદીપે તેની બે ઓવરમાં કુલ પાંચ નો-બોલ ફેંક્યા.
હેલી જ ઓવરમાં નિષ્ફળ સાબિત થયો હતો
નોંધપાત્ર વાત એ છે કે આ મેચમાં ફાસ્ટ બોલર હર્ષલ પટેલના સ્થાને અર્શદીપ સિંહ આવ્યો હતો. છેલ્લી મેચમાં હર્ષલે 4 ઓવરમાં 10.20ની ઈકોનોમી સાથે 41 રન બનાવ્યા હતા. આ કારણે અર્શદીપને આ મેચનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે પોતાની પહેલી જ ઓવરમાં નિષ્ફળ સાબિત થયો હતો.
શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા 206 રન ફટકાર્યા હતા
શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 206 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ તોફાની બેટિંગ કરી હતી. તેણે 22 બોલમાં 56 રન ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 52 રન (31 બોલમાં), જ્યારે ચરિથ અસલંકાએ 37 રન (19 બોલમાં) બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલને 2 વિકેટ અને યુઝવેન્દ્ર ચહલને 1 વિકેટ મળી હતી.
ભારત (પ્લેઇંગ ઇલેવન): ઇશાન કિશન (વિકેટમાં), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા (સી), દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકાનો પ્લેઈંગ-11: પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (wk), ધનંજયા ડી'સિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (c), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તિક્ષ્ણ, કસુન રાજીથા, દિલશાન મદુશાન
Upadet ..