અત્યાર સુધીમાં 20 હજાર લોકોએ યુક્રેન છોડ્યું, આગામી 24 કલાકમાં 16 ફ્લાઇટનું સંચાલન થશે
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારત સરકાર દ્વારા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટેનું મિશન પણ શરુ છે. ઓપરેશન ગંગા અંતર્ગત સતત ફ્લાઇટો વિદદ્યાર્થીઓને લઇને પરત ફરી રહી છે. તેવામાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે પહેલી એડવાઇઝરી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં 20 હજાર કરતા પણ વધારે ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચુક્યા છે. તેમણ
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારત સરકાર દ્વારા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટેનું મિશન પણ શરુ છે. ઓપરેશન ગંગા અંતર્ગત સતત ફ્લાઇટો વિદદ્યાર્થીઓને લઇને પરત ફરી રહી છે. તેવામાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે પહેલી એડવાઇઝરી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં 20 હજાર કરતા પણ વધારે ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચુક્યા છે. તેમણે જણાવ્યું કે હજુ પણ આ ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં મોટાભાગના લોકો યુક્રેન છોડી ચુક્યા છે.
આગામી 24 કલાકમાં 16 ફ્લાઇટ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાગચીએ જણાવ્યું કે ઓપરેશન ગંગા અંતર્ગત આગામી 24 કલાકમાં 16 ફ્લાઇટોનું સંચાલન કરવામાં આવશે. જેમાં ભારતીય વાયુસેનાના C-17 વિમન પણ સમેલ છે. આ સિવાય શુક્રવારે ગોળીબારમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે તેની સારવારનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. અમે ઘાયલ વિદ્યાર્થીની હાલત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતીય દૂતાવાસ સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ખરાબ પરિસ્થિતિને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સુમીમાં ફસાાયેલા નાગરિકોનું સ્થળાંતર ગંભીર સમસ્યા
બાગચીએ યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા અંગે જણાવ્યું કે, યુદ્ધવિરામ ના થવાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે યુક્રેન અને રશિયાને વિનંતી કરીએ છીએ કે સ્થાનિક સ્તરે યુદ્ધવિરામ થાય, જેથી અમે અમારા લોકો, વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકીએ. બાગચીએ પૂર્વ યુક્રેનના ખારકીવ અને પિસોચીનમાં ફસાયેલા ભારતીયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પાંચ બસો પહેલેથી જ સક્રિય છે, જ્યારે બીજી કેટલીક બસો આજે સાંજે ત્યાં મોકલવામાં આવી છે. પિસોચીનમાં લગભગ એક હજાર ભારતીયો ફસાયેલા છે. તો સુમીમાં 700 થી વધુ નાગરિકોનું સ્થળાંતર પણ એક ગંભીર સમસ્યા છે.
Advertisement