Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ

ગુજરાતમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેમા 09 જાન્યુઆરી 2023ના રોજ કોરોનાના નવા 02 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 02કેસમાં અમદાવાદમાં 0 અને આણંદ 1  કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 04 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનà
06:14 PM Jan 09, 2023 IST | Vipul Pandya
ગુજરાતમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેમા 09 જાન્યુઆરી 2023ના રોજ કોરોનાના નવા 02 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 02કેસમાં અમદાવાદમાં 0 અને આણંદ 1  કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 04 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ
અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં ગત સપ્તાહે મોક ડ્રીલ કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં ગત મંગળવારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી. જો કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ તંત્ર કેટલું સજ્જ છે તેની સમીક્ષા કરવામાં આવી છે.
કોરોના સામે લડવા તંત્ર સજ્જ
ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.
Tags :
AhmedabadAnandCoronaCoronawaveGujaratGujaratFirstNewCase
Next Article