Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

181હેલ્પ લાઇન સરાહનીય કામગીરી,પતિ દ્વારા ઘરમાં ગોંધી રાખેલ પરણિતાને મુક્ત કરાવી

નવસારીથી એક વ્યક્તિનો 181મહિલા હેલ્પ લાઇન માં કોલ આવેલ કે તેમની બહેન ને તેમનાં બનેવી છેલ્લા ચાર દિવસ થી જ ઘર માં પુરી દીધેલ છે જેમની બહાર કાઢવા અપીલ કરી  રહી  હતી  ત્યારે  અભયમ ટીમ ભરૂચ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘર માં બંધ કરી બહાર દરવાજાએ લોક મારેલ મહીલાને લોક તોડી બહાર કાઢતાં તેના જીવ માં જીવ આવ્યો હતો નવસારી રહેતાં તેમનાં ભાઇ ને જાણ કરતા તેઓ પોતાની બહેન ને સાથે લઇ ગયાં હતામળતીમાહિà
03:57 PM Sep 17, 2022 IST | Vipul Pandya
નવસારીથી એક વ્યક્તિનો 181મહિલા હેલ્પ લાઇન માં કોલ આવેલ કે તેમની બહેન ને તેમનાં બનેવી છેલ્લા ચાર દિવસ થી જ ઘર માં પુરી દીધેલ છે જેમની બહાર કાઢવા અપીલ કરી  રહી  હતી  ત્યારે  અભયમ ટીમ ભરૂચ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘર માં બંધ કરી બહાર દરવાજાએ લોક મારેલ મહીલાને લોક તોડી બહાર કાઢતાં તેના જીવ માં જીવ આવ્યો હતો નવસારી રહેતાં તેમનાં ભાઇ ને જાણ કરતા તેઓ પોતાની બહેન ને સાથે લઇ ગયાં હતા
મળતીમાહિતીમુજબ 181 મહિલા હેલ્પ લાઇનમાં પીડિતાના ભાઈ એ ફોન કરીને જણાવેલ કે ભરૂચ જિલ્લાના કંથારિયા ગામમાં તેમની બેનને તેમના બનેવી એ 4 દિવસ થી ઘરમાં પૂરી રાખ્યા છે તેમની મદદ માગતાં અભયમ રેસ્કયુ ટીમ ભરૂચ તાત્કાલિક  કંથારિયા ગામમાં જઈ ને તપાસ કરતા ગામના પ્રેમ નગરી ફળિયામાં તેમનું ઘર મળી આવ્યું હતું  ઘર ની બહાર આગળ અને પાછળ ના દરવાજે તાળું મારેલું હતું અને મહીલા ઘરમાં અંદર હતા તેઓ સાથે સંપર્ક કરતા તેઓ એ રડતા હતા અને બહાર કાઢવા જણાવતા હતા 
જેઓને હિંમત આપી થોડા સમય સહન કરવાં જણાવ્યુ હતું ત્યાર બાદ ગામનાં આગેવાનો ની મદદથી દરવાજાનું તાળું તોડી પીડીત મહિલા ને બહાર નીકળ્યા હતા. તેઓ ડરી ગયા હતાં જેઓ ને સાંત્વના આપવામા આવી હતી તેઓ એ નવસારી રહેતાં ભાઇ પાસે જવાની ઈચ્છા દર્શાવતા તેમનાં ભાઇને જાણ કરવામાં આવી હતી.તેઓ એ પોતાની આપવીતી જણાવતા તેમના લગ્ન ને 5 વર્ષ થયા છે તેવો નવસારીનાં છે  પતિને ગામની બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય તે અવારનવાર તેમને શારીરિક ત્રાસ આપે છે.. તેવો ઘરે પણ આવતા નથી પીડિતા ને ખાવા કે કઈ આપતા નથી આ બાબતે પતિ સાથે બોલાચાલી  થતી  હતી 
છેલ્લા 4 દિવસ થી પોતાના ઘર માં પૂરી દરવાજા એ લોક મારી નીકળી ગયા હતાં તેઓ અંદર થી બૂમો પડતાં હતાં આજે એક વ્યકિત એ તેમની બૂમ સાંભળી હતી તેઓ ના મોબાઈલ થી તેમનાં ભાઇ ને કોલ કરી ઘર માં પૂરી તાળું મારી જતા જાણ કરી હતી નવસારી રહેતાં ભાઇ એ 181મહીલા હેલ્પ લાઇનને મદદ કરવા વિનતી કરી હતી. અભયમ ટીમે તેમનાં પતિ નો સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પરતું તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. પીડિત મહિલાને અભયમ ટીમે પોતાની પાસે રાખ્યા હતાં બાદ માં તેમનાં ભાઇ આવી ને તેમની સાથે લઇ ગયાં હતાં. તેઓ એ જણાવેલ કે પાછળ થી કાયૅવાહી કરશે હાલમાં કોઈ કાયૅવાહી કરવી નથી તેઓ એ મદદ બદલ ટીમ ભરૂચ નો આભાર માન્યો હતો.
Tags :
181HelplinecommendableworkGujaratFirsthousearrestbyhusbandParnitafreed
Next Article