Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 18,840 કેસ, 43ના મોત

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 18,840 કેસ, 43ના મોત, સક્રિય કેસની સંખ્યા 1.25 લાખને પાર છે. દેશમાં સારવાર હેઠળ દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 25 હજાર 28 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 18 હજાર 840 નવા કેસ નોંધાયા છે. સામે 43 લોકોના મોત થયા છે. આ દરમિયાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 16 હજાર 104 રહી છે. આમ જોઇએ તો ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હજુ પણ વધુ છે. શુક્રવાર સુધીમાં દેશ
05:37 AM Jul 09, 2022 IST | Vipul Pandya
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 18,840 કેસ, 43ના મોત, સક્રિય કેસની સંખ્યા 1.25 લાખને પાર છે. દેશમાં સારવાર હેઠળ દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 25 હજાર 28 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 18 હજાર 840 નવા કેસ નોંધાયા છે. સામે 43 લોકોના મોત થયા છે. આ દરમિયાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 16 હજાર 104 રહી છે. આમ જોઇએ તો ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હજુ પણ વધુ છે. શુક્રવાર સુધીમાં દેશમાં સારવાર હેઠળ દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 25 હજાર 28 પર પહોંચી ગઈ છે.

કેરળમાં સૌથી વધુ દર્દીઓ 
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18840 નવા દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે કોવિડને કારણે 43 લોકોના મોત થયા છે. દેશભરમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,25,028 થયા છે. હવે સમગ્ર દેશમાં પોઝટિવિટી દર વધીને 4.14 ટકા થઈ ગયો છે. જ્યારે કોવિડના સક્રિય કેસ 125028 થઈ ગયા છે. કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. તે પછી બીજા નંબરે પશ્ચિમ બંગાળ, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર, ચોથા નંબરે તામિલનાડુ અને પાંચમા ક્રમે કર્ણાટક છે. 

રિકવરી રેટ 98.51 ટકા
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળમાં 3310, પશ્ચિમ બંગાળમાં 2,950, મહારાષ્ટ્રમાં 2,944, તમિલનાડુમાં 2,722 અને કર્ણાટકમાં 1,037 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 43 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 5,25,386 દર્દીઓના મોત થયા છે. જ્યારે કોવિડમાંથી રિકવરી રેટ 98.51 ટકા થયો. છેલ્લા 24 કલાકમાં 16,104 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 4,29,53,980 દર્દીઓ કોવિડને હરાવી ચૂક્યા છે. છેલ્લા એક દિવસમાં કોવિડના સક્રિય કેસમાં 2,693નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,26,795 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 4,54,778 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા.

Tags :
CoronaCoronacaseCoronainLast24HoursCronaIndiaUpdateGujaratFirstKerela
Next Article