Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે ક્ષીર ભવાની મેળામાં 18 હજાર કાશ્મીરી પંડિતો એકઠાં થયા

જમ્મુના ક્ષીર ભવાની મેળામાં 18 હજાર કાશ્મીરી પંડિતો જોડાયાં હતાં. છેલ્લાં કેટલાંક કાશ્મીરમાં સરેઆમ થતા હિન્દુઓની હત્યા વચ્ચે કાશ્મીરી પંડિતોની શ્રદ્ધા અને વિશ્વાસ જીતતા હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ક્ષીર ભવાની મેળાની સફળતા બે વર્ષ પછી યોજાનારી આગામી અમરનાથ યાત્રા માટે પણ શુભ સંકેત આપે છે. પરંપરાગત મેળામાં 18 હજાર જેટલાં કાશ્મીરી હિન્દુઓJ&K સરકારનàª
07:29 AM Jun 09, 2022 IST | Vipul Pandya
જમ્મુના ક્ષીર ભવાની મેળામાં 18 હજાર કાશ્મીરી પંડિતો જોડાયાં હતાં. છેલ્લાં કેટલાંક કાશ્મીરમાં સરેઆમ થતા હિન્દુઓની હત્યા વચ્ચે કાશ્મીરી પંડિતોની શ્રદ્ધા અને વિશ્વાસ જીતતા હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ક્ષીર ભવાની મેળાની સફળતા બે વર્ષ પછી યોજાનારી આગામી અમરનાથ યાત્રા માટે પણ શુભ સંકેત આપે છે. 
પરંપરાગત મેળામાં 18 હજાર જેટલાં કાશ્મીરી હિન્દુઓ
J&K સરકારના વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે તાજેતરમાં કાશ્મીરમાં લઘુમતીઓની હત્યાઓના બનાવો છતાં અમરનાથ યાત્રા આગળ વધશે. હાલમાં કાશ્મીર ખીણમાં આતંક ઘણો વધી ગયો છે. ત્યારે ગઇકાલે ગાંદરબલમાં આયોજિત પ્રસિદ્ધ ક્ષીર ભવાની મંદિર મેળામાં લગભગ 18 હજાર કાશ્મીરી પંડિતો જોડાયા હતા. આ આંકડા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે. ગઇકાલે કાશ્મીરમાં યોજાતા પરંપરાગત મેળામાં 18 હજાર જેટલાં કાશ્મીરી હિન્દુઓ જોડાયાં હતાં.

દર વર્ષે જ્યેષ્ઠ અષ્ટમીના અવસરે  ક્ષીર ભવાની મેળાનું આયોજન 
અહેવાલ છે કે બુધવારે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં માતા ક્ષીર ભવાની મંદિરમાં જ્યેષ્ઠ અષ્ટમીના દિવસે પર લગભગ 18 હજાર કાશ્મીરી પંડિતો અને ભક્તોએ તેમની પંપરાગત રીતે માતાજીની પૂજા કરી હતી. ગાંદરબલના તુલમુલ્લામાં આવેલ ક્ષીર ભવાની મંદિર કાશ્મીરી પંડિતોની આસ્થાનું પ્રતિક છે. અહીં  દર વર્ષે જ્યેષ્ઠ અષ્ટમીના અવસરે  ક્ષીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાંથી ભક્તો આ પવિત્ર મંદિરમાં દર્શનાર્થે આવતાં હોય છે. આ મેળાને કાશ્મીર ખીણમાં વર્ષોથી સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતિક માનવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી આ મેળાનું આયોજન થઈ શક્યું ન હતું. જો કે આ વર્ષે પણ જમ્મુના ઘાટી વિસ્તારોમાં પાછલા એક મહિનામાં થયેલ હિન્દુઓના ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓના કારણે કાશ્મીરી હિન્દુઓમાં ભયનો માહોલ હતો.

માતા ક્ષીર ભવાનીને કાશ્મીરી પંડિતોની દેવી માનવામાં આવે છે
જો કે આ વખતે કાશ્મીરમાં સતત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને કારણે અહીં તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પોતે આ સમગ્ર મેળાની દેખરેખ રાખી હતી. મેળા પછી, સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જ્યેષ્ઠ અષ્ટમી પર, લગભગ 18000 કાશ્મીરી પંડિતો અને ભક્તોએ માતા ક્ષીર ભવાની મંદિરની મુલાકાત લીધી. સાંજની આરતીમાં લગભગ 2500 કાશ્મીરી પંડિતોએ ભાગ લીધો હતો. માતા ક્ષીર ભવાનીને કાશ્મીરી પંડિતોની દેવી માનવામાં આવે છે. કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં અમરનાથ યાત્રાથી લઈને ક્ષીર ભવાની મેળા સુધીની તૈયારીઓની માહિતી લેવામાં આવી હતી. અમરનાથ પછી ક્ષીર ભવાની મંદિર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. હેવ અમરાનાથ યાત્રા સંદેર્ભે પણ તંત્ર દ્વારા સુરક્ષાના કડક વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો- કાશ્મીરી પંડિતોમાં ભયનો માહોલ, 'ક્ષીર ભવાની મેળા'નો બહિષ્કાર કરશે
Tags :
DevoteesGujaratFirstJammuAndKashmirKashmiriPanditKashmiripanditskshirbhavanitemple
Next Article