Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી નિમિતે જામનગર જિલ્લામાં ૧૨,૨૧૨ અબોલ પશુઓની સારવાર કરાઈ

વિશ્વભરમાં પ્રતિ વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતાં પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ  સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.  હાલમાં જામનગર જિલ્લામાં ૩૭ કરુણા એનિમલ એમ્બ્àª
12:43 PM Apr 30, 2022 IST | Vipul Pandya
વિશ્વભરમાં પ્રતિ વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતાં પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ  સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
  
હાલમાં જામનગર જિલ્લામાં ૩૭ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે સવારના ૮ થી રાતના ૮ વાગ્યા સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે નિસહાય પશુઓને સેવા પૂરી પાડે છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે.જેમાં નાની-મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108 એમ્બ્યુલન્સની સેવા મળી રહે છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ:શૂલ્ક ૧૯૬૨ સેવા શરૂ કરી છે‌.
જેમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ થકી જામનગર જિલ્લામાં ૧૨,૨૧૨ અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે.જેમાં સૌથી વધારે ૭,૦૮૯ રખડતાં કુતરાઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કરેલ છે. દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના તરીકે દરરોજ જુદા-જુદા ગામોમાં નિશ્ચિત સમયે એમ્બ્યુલન્સ જાય છે અને દરેક ગામના પશુ ધનને સારવાર આપે છે. અને ઈમરજન્સીના સંજોગોમાં કોઈપણ સ્થળે દોડી જઈ ઈમરજન્સી સેવા પણ આપે છે. 
 ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવાં પાલતુ પ્રાણી જ નહીં પરંતુ શેરીમાં રખડતા કુતરાં કે અન્ય રેઢિયાળ ઢોર તથા વન્ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઇ રહી છે.  આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૪૦,૫૨૫ એનિમલને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવેલ છે.તેમજ શિડ્યુલ કેસમાં ગામમાં, વાડીએ જઈને, ખેતરે તેમજ તબેલામાં જઈને ૨૭,૯૭,૧૫૮ પશુધનને સારવાર આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ સર્વિસમાં ૨૯,૩૭,૬૮૩ પશુધનને સારવાર આપેલ છે. જેમાં ૭૧,૦૦૦ જેટલી સર્જરી કરીને અબોલા જીવને નવજીવન આપેલ છે. તેમજ ૩૭,૬૮૪ પશુઓની સલામત રીતે પ્રસૂતિ કરાવેલી  છે .
Tags :
AnimalGujaratFirstjamnagrtreatedWorldVeterinarianDay
Next Article