16 યુટ્યુબ ચેનલ બ્લોક, 5 પાકિસ્તાની ચેનલ પર પ્રતિબંધ, દેશ વિરોધી અને ખોટી માહિતી ફેલાવતી ચેનલો પર સરકારની કાર્યવાહી
છેલ્લા ઘણા સમયથી દેશ વિરોધી માહિતી ફેલાવતી ચેનલો અને
સોશિયલ મીડિયા એપ્લિકેશનો ઉપર સરકાર સતત નજર રાખી રહી છે. આજે ફરી એકવખત આવી ચેનલો
સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે
સંબંધિત પ્રચાર ફેલાવતી 16
YouTube ચેનલોને બ્લોક
કરી દીધી છે. જેમાંથી 10 ચેનલો ભારતીય અને 6 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ચેનલો હતી. IT નિયમો 2021 હેઠળ કાર્યવાહી
કરવામાં આવી છે.
મંત્રાલયનું કહેવું છે કે આ તમામ યુટ્યુબ
ચેનલો ભારતમાં ખોટી માહિતી અને ડર ફેલાવવા, સાંપ્રદાયિક
વિસંગતતા ઉશ્કેરવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખોટી માહિતી ફેલાવી
રહી હતી. આ તમામ પ્રતિબંધ લગાવેલી ચેનલોના કુલ 68 મિલિયનથી વધુ દર્શકો હતા. સરકારે કહ્યું
કે કોઈપણ ડિજિટલ સમાચાર પ્રકાશકોએ IT નિયમો 2021 હેઠળ મંત્રાલયને જરૂરી માહિતી પ્રદાન કરી નથી. મંત્રાલયે કહ્યું કે
ભારતમાં કેટલીક યુટ્યુબ ચેનલો દ્વારા પ્રકાશિત સામગ્રીમાં એક સમુદાયને આતંકવાદી
તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક
સમુદાયોના સભ્યો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આવી સામગ્રી
સાંપ્રદાયિક વિસંગતતા પેદા કરવાનો અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ
હતો. પાકિસ્તાન સ્થિત યુટ્યુબ ચેનલોનો ઉપયોગ
ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિદેશી સંબંધો
જેવા વિવિધ વિષયો પર ભારત વિશે ખોટા સમાચાર પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો
હતો.
આ પહેલા પણ દેશની સુરક્ષા માટે ખતરાને લઈને
સરકારે વચ્ચે ઘણી યુટ્યુબ ચેનલો બ્લોક કરી દીધી છે. હાલમાં મંત્રાલયે IT નિયમો 2021 હેઠળ 22 યુટ્યુબ ચેનલો, ત્રણ ટ્વિટર એકાઉન્ટ્સ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક
કરી દીધી છે. આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર સંવેદનશીલ અને ખોટી
માહિતી ફેલાવવા અને ભારતની સુરક્ષા, વિદેશ નીતિ
અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબતો પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો
હતો. વર્ષ 2021માં પણ સરકારે દેશ વિરુદ્ધ પાકિસ્તાની પ્રચાર અભિયાન સામે મોટી
કાર્યવાહી કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશ વિરુદ્ધ પ્રચાર કરતી
20 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દેવામાં આવી છે. તેના અલગ-અલગ આદેશોમાં મંત્રાલયે
યુટ્યુબને 20 ચેનલો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.