Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની નવી 15 શાળા શરુ થશે, જાણો કયાં

અમદાવાદમાં મ્યુનિસીપલ સ્કુલ બોર્ડ દ્વારા આગામી સત્રથી નવી 15 ઇંગ્લીશ મિડીયમની સ્કુલો શરુ કરાશે. જેમાં પૂર્વ વિસ્તારમાં 11 સ્કુલો શરુ કરવામાં આવશે.છેલ્લા કેટલાક સમયથી અંગ્રેજી માધ્યમની સ્કુલો તરફ વાલીઓનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેને જોતાં અમદાવાદ મ્યુનિસીપલ સ્કુલ બોર્ડ દ્વારા હવે નવી અંગ્રેજી માધ્યમની સ્કુલો શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુરુવારે મ્યુનિસીપલ સ્કુà
10:34 AM Apr 28, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં મ્યુનિસીપલ સ્કુલ બોર્ડ દ્વારા આગામી સત્રથી નવી 15 ઇંગ્લીશ મિડીયમની સ્કુલો શરુ કરાશે. જેમાં પૂર્વ વિસ્તારમાં 11 સ્કુલો શરુ કરવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી અંગ્રેજી માધ્યમની સ્કુલો તરફ વાલીઓનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેને જોતાં અમદાવાદ મ્યુનિસીપલ સ્કુલ બોર્ડ દ્વારા હવે નવી અંગ્રેજી માધ્યમની સ્કુલો શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુરુવારે મ્યુનિસીપલ સ્કુલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં આગામી સત્રથી અમદાવાદ શહેરમાં નવી 15 અંગ્રેજી માધ્યમની સ્કુલો શરુ કરવાનો નિર્ણય કરાયો છે. અંગ્રેજી માધ્યમના વધતા જતાં પ્રભાવને જોતાં સ્કુલ બોર્ડ દ્વારા આ નિર્ણય કરાયો છે. 
નવી 15 સ્કુલ પૈકી 11 સ્કુલ તો માત્ર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ શરુ કરવામાં આવશે. સ્કુલ બોર્ડના ચેરેમેને જણાવ્યું કે હાલમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ સ્કુલોમાં 40 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે. જયારે આ વર્ષે સાડા ચાર હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સ્કુલ બોર્ડની શાળામાં પ્રવેશ મેળવ્યો છે. પહેલા ધોરણમાં પણ 30 હજાર એડમિશન થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. 
Tags :
AhmedabadGujaratFirstMunicipalSchoolBoardnewschool
Next Article