Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, 14 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બારમાં અંધાધૂંધ ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ફાયરિંગમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો આ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશીપમાં એક બારમાં આ ગોળીબાર થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી. પોલીસે વધુમાં
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર  14 લોકોના મોત  3 ઈજાગ્રસ્ત
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બારમાં અંધાધૂંધ ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ફાયરિંગમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો આ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 
પોલીસે જણાવ્યું કે, જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશીપમાં એક બારમાં આ ગોળીબાર થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી. પોલીસે વધુમાં કહ્યું કે, અહીં ઘણી વખત ગોળીબાર થયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, મિનિબસ ટેક્સીમાં કેટલાક લોકોનું ટોળું અહીં આવ્યું અને બારના ગાર્ડ પર ગોળીબાર કર્યો. મળતી માહિતી મુજબ, જે બારમાં હુમલો થયો છે તે વાટોના ઓરલેન્ડો જિલ્લામાં છે. હુમલાખોર અડધી રાત્રે બારમાં ઘુસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગ કરીને હુમલાખોર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ હુમલામાં ઘાયલ 9 લોકો સારવાર હેઠળ હોવાનું કહેવાઇ રહ્યું છે.
Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, લોકો બારમાં ડાન્સ કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. અચાનક બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. જેમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને હોસ્પિટલ લઈ જતી વખતે 2 લોકોના મોત થયા હતા. આ રીતે કુલ 14 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ કહે છે કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 19થી 35 વર્ષની વચ્ચેના છે. પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી મળી આવેલા કારતૂસો પરથી સ્પષ્ટ થાય છે કે હુમલાખોરોની સંખ્યા એકથી વધુ હતી.
Tags :
Advertisement

.