ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નોઈડામાં મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરનાર શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જેલ, આરોપીને પકડનાર ટીમને 3 લાખનું ઈનામ

યુપીના નોઈડામાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલાઓ સાથે ગાળાગાળી અને અભદ્ર વ્યવહાર કરવાના આરોપમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા નેતા શ્રીકાંત ત્યાગીની શાન ઠેકાણે આવી છે. નોઈડા પોલીસે મેરઠમાંથી શ્રીકાંત ત્યાગીની ઝડપી પાડ્યો હતો જે પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રેટર નોઈડાની સૂરજપૂર કોર્ટે આરોપી ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. શ્રીકાંà
04:38 PM Aug 09, 2022 IST | Vipul Pandya

યુપીના નોઈડામાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલાઓ સાથે ગાળાગાળી અને અભદ્ર વ્યવહાર કરવાના આરોપમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા નેતા શ્રીકાંત ત્યાગીની શાન ઠેકાણે આવી છે. નોઈડા પોલીસે મેરઠમાંથી શ્રીકાંત ત્યાગીની ઝડપી પાડ્યો હતો જે પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રેટર નોઈડાની સૂરજપૂર કોર્ટે આરોપી ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 

શ્રીકાંતની ધરપકડ કરનાર ટીમને મળશે 3 લાખનું ઈનામ
પોલીસે શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરનાર ટીમને 3 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેને મેરઠમાંથી ઝડપી પાડ્યો હતો. 

સ્વામી પ્રસાદ મૌર્યએ ધારાસભ્યનું સ્ટીકર આપ્યું 
શ્રીકાંત ત્યાગીએ પોલીસ પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેમના વાહન પર વિધાનસભા સચિવાલયનું સ્ટીકર તેમને સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું હતું. વાસ્તવમાં પોલીસે કાર્યવાહી કરતા શ્રીકાંત ત્યાગીના પાંચ વાહનો જપ્ત કર્યા છે. તેમાંથી એક ધારાસભ્યનું સ્ટીકર સાથે મળી આવ્યું હતું. સાથે જ અન્ય વાહનની નંબર પ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકારનો સત્તાવાર લોગો પણ મળી આવ્યો હતો.

5 ઓગસ્ટે મહિલા સાથે ગાળાગાળીનો વીડિયો વાયરલ થયો હતો 
5 ઓગસ્ટે મહિલા સાથે ગાળાગાળીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ મુદ્દો બરાબરનો ચગ્યો હતો આથી પોલીસે તત્કાળ ગુનો દાખલ કરતા આરોપી ત્યાગી રફૂચક્કર થઈ ગયો હતો.  પોલીસે તેની સામે કાર્યવાહી કરીને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પોલીસની 12 ટીમો તેની શોધખોળ કરી રહી હતી. આખરે આજે તેના ત્રણ સાગરિતો સાથે મેરઠથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

Tags :
14daysjailGujaratFirstmolestedawomanNoidaSrikanthTyagi
Next Article