Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધો.10 અને 12માં રાજયમાં 14.98 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 28 માર્ચથી શરૂ થવાની છે.રાજ્યના 14.98 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદના 173142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.કુલ 140 કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.બોર્ડ દ્વારા તૈયાર કરાયો એકશન પ્લાન બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ ગ્રામ્ય અને શહેર DEO દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામ
ધો 10 અને 12માં રાજયમાં 14 98 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 28 માર્ચથી શરૂ થવાની છે.રાજ્યના 14.98 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદના 173142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.કુલ 140 કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.
બોર્ડ દ્વારા તૈયાર કરાયો એકશન પ્લાન 
બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ ગ્રામ્ય અને શહેર DEO દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.અમદાવાદ શહેરના ધોરણ 10ના 59285,ધોરણ 12 કોમર્સના 30493 અને ધોરણ 12 સાયન્સના 7652 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે અમદાવાદ ગ્રામ્યના 48409 વિદ્યાર્થીઓ,12 કોમર્સના 22043 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સના 5260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.ગ્રામ્ય અને શહેરના કુલ 173142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..અમદાવાદ ગ્રામ્યના 8 અને શહેરના 12 ઝોન એમ કુલ 20 ઝોનમાં પરીક્ષા યોજાશે.ગ્રામ્યના 67 કેન્દ્રો અને શહેરના 73 એમ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. ગ્રામ્યની 94 અને શહેરની 348 બિલ્ડીંગ એમ 442 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે.ગ્રામ્યના 2606 અને શહેરના 3312 બ્લોક એમ 5918 બ્લોકમાં પરીક્ષા યોજાશે.
દરેક બ્લોકમાં સીસી ટીવી કેમેરા 
દરેક બ્લોકમાં એક નિરીક્ષક રહેશે.આ ઉપરાંત દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.DEO દ્વારા કલેકટર અને પોલીસ સાથે સંકલન કરીને પોલીસ બંદોબસત ગોઠવવામાં આવ્યો છે.અમદાવાદ શહેરના રાઇટર માટે 80 અરજી આવી છે અને ગ્રામ્યમાં રાઇટર માટે 35 અરજી આવી છે.
Advertisement
Tags :
Advertisement

.