Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજીમાં 4 દિવસમાં 14.22 લાખ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. છેલ્લા ચાર દિવસમાં 14.22 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લઇ રહ્યા છે. હજારો લોકો પદયાત્રા કરીને બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે મા ના દર્શન કરવા અંબાજી આવી રહ્યા છે. શુક્રવારે અંબાજી મેળાનો પાંચમો દિવસ છે
અંબાજીમાં 4 દિવસમાં 14 22 લાખ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. છેલ્લા ચાર દિવસમાં 14.22 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. 
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લઇ રહ્યા છે. હજારો લોકો પદયાત્રા કરીને બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે મા ના દર્શન કરવા અંબાજી આવી રહ્યા છે. શુક્રવારે અંબાજી મેળાનો પાંચમો દિવસ છે અને વીતેલા ચાર દિવસમાં 14.22 લાખ માઇ ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા અને મા ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુરુવારે 3,20,283 ભકતોએ મા અંબાના દર્શન કર્યા હતા, જ્યારે  અંબાજીમાં 2,33,000 પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. અંબાજીમાં પહોંચી રહેલા લાખો માઇ ભક્તોના ધસારાને જોતાં મંદિરના વહિવટી તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 
અંબાજીમાં પગપાળા જઇ રહેલા પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓ પદયાત્રીઓને તમામ યથાવત સેવા પુરી પાડી રહી છે. દુર દુરથી પગપાળા સંઘો મા ના દર્શન કરવા અંબાજીમાં પહોંચી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર તેઓ વિસામો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 
ભાદરવી પૂનમને અનુલક્ષીને અંબાજી મંદિરને પણ શણગારવામાં આવ્યું છે અને મંદિરમાં અદભૂત લાઇટીંગ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અંબાજીને સંપૂર્ણ સ્વચ્છ રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે 12 પ્રસાદ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. 
હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા અંબાજીમાં ગત 5 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો હતો. વીતેલા 2 વર્ષથી કોરોનાના કારણે મેળાનું આયોજન થઇ શક્યું ન હતું અને તેના કારણે આ વર્ષે માઇ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ જતો જોવા મળ્યો હતો. માઇભક્તોના ધસારાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.