Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વટવા GIDCમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

રાજયમાં દિવસેને દિવસે આત્મહત્યા,દુષ્કર્મના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વટવા જીઆઈડીસી વિસ્તારમાં 13વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાંથી બહાર નિકળેલી સગીરાને પાડોશીએ ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું. જોકે આ ઘટના અંગે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.બાથરૂમ જવા નિકળેલી યુવકીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મવટવા જીઆઈડી
વટવા gidcમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ  પોલીસે આરોપીની કરી ધરપકડ
રાજયમાં દિવસેને દિવસે આત્મહત્યા,દુષ્કર્મના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વટવા જીઆઈડીસી વિસ્તારમાં 13વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાંથી બહાર નિકળેલી સગીરાને પાડોશીએ ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું. જોકે આ ઘટના અંગે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
બાથરૂમ જવા નિકળેલી યુવકીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ
વટવા જીઆઈડીસી પોલીસે 23 વર્ષીય યુવકની 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા કિશોરી બાથરૂમ જવા માટે પોતાના ઘરની બહાર નિકળી હતી તે સમયે પાડોશમાં રહેતા યુવકની તેનાં પર નજર પડતા તેને કિશોરીની પોતાનાં ઘરમાં બોલાવી હતી અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું..
 પોલીસે આરોપીની કરી ધરપકડ
કિશોરી પર આરોપીએ બળજબરી કરી દુષ્કૃત્ય આચરતા તે ડરી ગઈ હતી અને ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. કિશોરીનાં પરિવારજનોએ આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી જેલહવાલે કર્યો છે.પ્રાથમિક તપાસમાં  આરોપી છુટક મજૂરી કરતો હોવાનું ખુલ્યું છે. તેવામાં પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.