Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

13 વર્ષની સગીરા પર આઠ મહિનામાં 80 લોકો દ્વારા ગેંગરેપ, પૂછપરછ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી

આંધ્રપ્રદેશમાં માનવતાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. હેવાનિયતની તમામ હદ પાર કરતી આ ઘટનામાં એક 13 વર્ષની કિશોરી સાથે સતત આઠ મહિના સુધી સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આઠ મહિનાની અંદર કુલ 80 લોકોએ તેનું યૌન શોષણ કર્યુ છે. યુવતીને આઠ મહિનાથી વધુ સમયથી દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. 19 એપ્રિલ એટલે કે મંગળવારે પોલીસે ગુંટુરમાંથી કિશોરીને બચાવી હતી. આ કિશોરીની માતાનું કોરોનàª
10:22 AM Apr 20, 2022 IST | Vipul Pandya
આંધ્રપ્રદેશમાં માનવતાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. હેવાનિયતની તમામ હદ પાર કરતી આ ઘટનામાં એક 13 વર્ષની કિશોરી સાથે સતત આઠ મહિના સુધી સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આઠ મહિનાની અંદર કુલ 80 લોકોએ તેનું યૌન શોષણ કર્યુ છે. યુવતીને આઠ મહિનાથી વધુ સમયથી દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. 19 એપ્રિલ એટલે કે મંગળવારે પોલીસે ગુંટુરમાંથી કિશોરીને બચાવી હતી. 
આ કિશોરીની માતાનું કોરોનાના કારણે મોત થયું હતું. માતાના મૃત્યુ બાદ બાળકીને હોસ્પિટલમાંથી તેના ઘરે લઈ જનારી મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે. જેણે તેને દેહ વેપારમાં ધકેલી દીધી હતી.  પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેના પર આઠ મહિનામાં 80થી વધુ પુરુષોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ છે. પોલીસે જણાવ્યું કે મંગળવારે B.Techના વિદ્યાર્થી સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આ સિવાય આ ગુનામાં સંડોવાયેલા 80 લોકોની ધરપકડ કરવાની પણ તૈયારી કરી રહી છે. આ તમામ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
કોરોનામાં માતાનું મોત
મળતી માહિતી પ્રમાણે સવર્ણા કુમારી નામની એક મહિલાએ દત્તક લીધી હતી. જેણે જૂન 2021માં કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં પીડિતાની માતા સાથે મિત્રતા કરી હતી. કોરોનાના કારણે બાળકીની માતાનું અવસાન થયું. ત્યારબાદ તે મહિલા કિશોરીને લઈને તેના ઘરે ગઇ હતી. જો કે આ વાત યુવતીના પિતાથી છુપાવવામાં આવી હતી.
પિતાએ ફરિયાદ કરી
આ મામલે ઓગસ્ટ 2021માં છોકરીના પિતાએ પોલીસનો સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મુખ્ય આરોપી મહિલા સવર્ણા કુમારીની ઓળખ કરી હતી. આ કેસમાં પહેલી ધરપકડ જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. જ્યારે મંગળવારે 19 એપ્રિલના રોજ ગુંટુર પશ્ચિમ ઝોન પોલીસે B.Tech વિદ્યાર્થી સહિત 10 લોકોની ધરપકડ કરી છે. આરોપી અને પીડિતાની પૂછપરછ કરતાં પોલીસને પીડિતાની દયનીય સ્થિતિ અને ચોંકાવનારી વાસ્તવિકતા વિશે જાણ થઈ.
ચોંકાવનારો ખુલાસો
છેલ્લા આઠ મહિનાથી 13 વર્ષની છોકરીને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અલગ-અલગ વિસ્તારોમાં  દેહ વેપારના ધંધા માટે મોકલવામાં આવી હતી. જેના આધારે પોલીસે બાળકીને લઈ જનાર મહિલાની ઓળખ કરી હતી. આ મહિલા જ સગીરાને  દેહ વેપારમાં ધકેલવાની મુખ્ય આરોપીછે. એએસપી કે સુપ્રજાએ કહ્યું કે પોલીસે 80 આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. આમાંથી કેટલાક ગેંગસ્ટર છે, 35 દલાલો છે અને બાકીના ગ્રાહકો છે. એએસપીએ ખુલાસો કર્યો છે કે ‘છોકરીની ઉંમર અને સ્થિતિનો લાભ લઈને ઘણા લોકોએ છોકરીને ખરીદી લીધી અને તેને બંને રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ લઈ ગયા અને તેને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યું.’
એક આરોપી લંડનમાં
પોલીસ અન્ય કેટલાક આરોપીઓને શોધી રહી છે જેઓ ફરાર છે.  ASP સુપ્રજાએ જણાવ્યું હતું કે આ કેસનો એક આરોપી લંડનમાં છે. પોલીસે આ કેસમાં આરોપી પાસેથી એક કાર, 53 મોબાઈલ, ત્રણ ઓટો અને એક બાઇક કબજે કરી છે. આરોપીઓની વિજયવાડા, હૈદરાબાદ, કાકીનાડા અને નેલ્લોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
Tags :
AndhraPradeshgangraperapecaseGujaratFirstRaperapevictimsexualabusetelengana
Next Article