Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેરબજારમાં રિકવરી, સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો

ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે શેરબજારમાં રિકવરીના સંકેત દેખાઈ રહ્યા છે. બજાર ગેપ-અપ ઓપનિંગ બતાવી રહ્યું છે. શરૂઆતમાં સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 53550ની સપાટી વટાવી ગયો છે. બજાર ખુલ્યાની 10 મિનિટમાં જ નિફ્ટીએ ફરીથી 16,000ની સપાટી વટાવી દીધી છે.આજના ટ્રેડમાં BSE સેન્સેક્સ 635.43 પોઈન્ટ્સ એટલેકે  1.20 ટકાના વધારા સાથે 53,565.74ની સપાટી પર ખૂલ્યો હતો અને NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટ
04:27 AM May 13, 2022 IST | Vipul Pandya
ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે શેરબજારમાં રિકવરીના સંકેત દેખાઈ રહ્યા છે. બજાર ગેપ-અપ ઓપનિંગ બતાવી રહ્યું છે. શરૂઆતમાં સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 53550ની સપાટી વટાવી ગયો છે. બજાર ખુલ્યાની 10 મિનિટમાં જ નિફ્ટીએ ફરીથી 16,000ની સપાટી વટાવી દીધી છે.
આજના ટ્રેડમાં BSE સેન્સેક્સ 635.43 પોઈન્ટ્સ એટલેકે  1.20 ટકાના વધારા સાથે 53,565.74ની સપાટી પર ખૂલ્યો હતો અને NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 169 પોઈન્ટ્સ એટલેકે 1.07 ટકાના વધારા સાથે 15,977ની સપાટીએ ખૂલ્યો હતો.
બજાર ખુલ્યાની 10 મિનિટમાં જ નિફ્ટી 16,000ની સપાટીને સ્પર્શી ગયો છે અને તે 194.30 પોઈન્ટ એટલેકે 1.24 ટકાના ઉછાળા સાથે 16,002ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 3 શેરોમાં ઘટાડો છે. બેન્ક નિફ્ટી 382.90 પોઈન્ટ્સ એટલેકે 1.16 ટકાના વધારા સાથે 33,921ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના ટોપ ગેઇનર્સ પર નજર કરીએ તો ટાટા મોટર્સ 7.44 ટકાના ઉછાળા સાથે ટોચ પર ટ્રેડ કરી રહી છે અને એપોલો હોસ્પિટલ્સ 3.33 ટકાના ઉછાળા સાથે છે. સન ફાર્મામાં 3.23 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સ 2.73 ટકા અને યુપીએલ 2.55 ટકાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટીના આજના ઘટતા શેરોમાં માત્ર NTPC જ 0.81 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.
આજે બજારની શરૂઆત પહેલાની વાત કરીએ તો NSEનો 50 શેર વાળા ઈન્ડેક્સ નિફ્ટી 169 પોઈન્ટ એટલેકે 1.07 ટકાના ઉછાળા સાથે 15,977ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.  બીજી તરફ BSE સેન્સેક્સ 635.43 પોઈન્ટ એટલેકે 1.20 ટકાના વધારા સાથે 53,565.74ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
Tags :
BSEGujaratFirstNiftyNSESensexStockmarket
Next Article