Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચાતો દારૂ પીધા બાદ 13ના મોત

બિહારના છપરામાં કથિત ઝેરી દારૂ પીને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 13 થઈ ગઈ છે. સારણના ડીએમ રાજેશ મીણાએ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તો વળી 20થી વધારે લોકો બિમાર છે. તેમાથી 15 લોકોની આંખોના રોશની ગાયબ થઈ ગઈ છે. જિલ્લા પ્રશાસને જ્યાં મોતના કારણો બતાવવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે, તો વળી ગામલોકોનું કહેવુ છે કે, 13 લોકોના મોત દારૂ પીવાના કારણે થયા છે. જો કે, ડીએમે પણ ક
મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચાતો દારૂ પીધા બાદ 13ના મોત

બિહારના છપરામાં કથિત ઝેરી દારૂ પીને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 13 થઈ ગઈ છે. સારણના ડીએમ રાજેશ મીણાએ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તો વળી 20થી વધારે લોકો બિમાર છે. તેમાથી 15 લોકોની આંખોના રોશની ગાયબ થઈ ગઈ છે. જિલ્લા પ્રશાસને જ્યાં મોતના કારણો બતાવવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે, તો વળી ગામલોકોનું કહેવુ છે કે, 13 લોકોના મોત દારૂ પીવાના કારણે થયા છે. જો કે, ડીએમે પણ કહ્યુ છે કે, પ્રાથમિક તપાસમાં દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે

Advertisement

આ ગામમાં માતમ છવાયો

હવે તપાસ રિપોર્ટ અને સત્તાવાર મોતની પુષ્ટિ થવાની  છે. પણ દારૂ પીવાના શોખથી 13 પરિવારો વેરાન બન્યા છે. દારૂએ કોઈનો દિકરો, તો કોઈનો પતિ છીનવી લીધો છે. કેટલાય બાળકો અનાથ થયા છે. ફુલવરિયા ભાથા નોનિયા ગામમાં માતમ છે, કેમ કે અહીં એક પછી એક એમ કુલ 13 મોતથી આખુ ગામ હીબકે ચડ્યું છે. બુધવાર સવારથી મોતનો સિલસિલો શરૂ થયો હતો, હાલમાં 20થી વધારે લોકો ગંભીર રીતે બિમાર છે.

પૂજામાં પ્રસાદ તરીકે ચડાવાય છે દારૂ

Advertisement

ઘટના વિશે ગામલોકોએ જણાવ્યું છે કે, બુધવારે આ ગામમાં ગવઈ પૂજા હતી. ગવઈ પૂજામાં દારૂનો પ્રસાદ ચડાવાની પરંપરા છે. બાદમાં આ દારૂ ગામલોકોને વહેંચી દેવામાં આવે છે. જે બાદ એક પછી એક લોકોની તબિયત ખરાબ થવા લાગી. જેમાં 13 લોકોના મોત થઈ ગયા હતા. ગામલોકોએ જણાવ્યું હતું કે, અમુક લોકો ગામમાં જ દારૂ વેચે છે. બુધવારે પ્રસાદ માટે મગાવામાં આવેલો દારૂ પણ ત્યાંથી જ મગાવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.