Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી દુર્ઘટનામાં ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના મોત

રાજ્યના મોરબીમાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની મચ્છુ નદીમાં બનેલો કેબલ બ્રિજ અચાનક તૂટી જતાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં 132 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના પણ મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. માહિતી અનુસાર, તેમની બહેનના જેઠાણીની ત્રણ દીકરી, ત્રણ જમાઈ સહિત 12 લોકોના મોતથી શોકનું àª
મોરબી દુર્ઘટનામાં ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના મોત
રાજ્યના મોરબીમાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની મચ્છુ નદીમાં બનેલો કેબલ બ્રિજ અચાનક તૂટી જતાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં 132 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના પણ મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. માહિતી અનુસાર, તેમની બહેનના જેઠાણીની ત્રણ દીકરી, ત્રણ જમાઈ સહિત 12 લોકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બ્રિજ પર 400થી વધુ લોકો હાજર હતા. 
સાંસદ મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના મોત
રાજ્યના મોરબીમાં થયેલા દુઃખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 132 જેટલા લોકોના મોત થયા છે અને હવે આ સંખ્યા વધી શકે છે. વળી માહિતી મળી રહી છે કે, આ બ્રિજ પર રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 લોકોના 12 થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાંસદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેં અકસ્માતમાં પાંચ બાળકો સહિત મારા પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. મેં પરિવારના સભ્યો ગુમાવ્યા જે મારી બહેનના પરિવારમાંથી હતા. સાંસદે કહ્યું કે, NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્ર શોધ અને બચાવ કામગીરી કરી રહ્યા છે. દુર્ઘટનામાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને મચ્છુ નદીમાં ફસાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે અને બચાવ બોટ પણ સ્થળ પર છે.
ઘાયલોને હોસ્પિટલમાં કરાયા દાખલ
ઘટના એટલી ભયાનક હતી કે જેણે પણ આને પોતાની આંખે જોયું છે તે તમામ લોકોના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. નોંધનીય છે કે, મચ્છુ નદીમાં બનેલો કેબલ બ્રિજ તૂટવાને કારણે અહીં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટના રવિવારે સાંજે બની હતી, જ્યારે લોકો છઠની ઉજવણી કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કેબલ બ્રિજ પર સેંકડો લોકો હાજર હતા અને અચાનક આ બ્રિજ તૂટી પડ્યો. રાહત કાર્ય માટે બચાવ ટીમ સતત કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
Advertisement

અમારી પરવાનગી વગર બ્રિજ ખુલ્લો મુકાયો: મોરબી પાલિકાના અધિકારી
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નવા બનેલા કેબલ બ્રિજને સત્તાવાર પરવાનગી વગર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તે 26 ઓક્ટોબરના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું.
મોત માટે કોણ જવાબદારઃ કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્વિટર પર ગુજરાતમાં થયેલી દુર્ઘટનાની નિંદા કરી અને પૂછ્યું, "90 માર્યા ગયા, 100 ઘાયલ થયા માટે કોણ જવાબદાર છે?" તેમજ મોરબી નગરના ચીફ ઓફિસરને ટાંકીને મોરબી બ્રિજ સત્તાવાર પરવાનગી વગર ખુલ્લો મુકાયો હોવાનું જણાવ્યું હતું.

નેવીના 7 ડાઇવર્સ બચાવ કામગીરી માટે તૈનાત
બચાવ કામગીરી હાથ ધરવા માટે ભારતીય નૌકાદળના સાત ડીપ ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, કલમ 304, 308 અને 114 હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિ કરશે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. ભારતીય સેના પણ સવારે 3 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એનડીઆરએસ (NDRS) અને એસડીઆરએફ (SDRF)ની ટીમો પણ સ્થળ પર હાજર હતી.
અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવાયા
ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ઘણી ટીમો રવિવારની સાંજે પુલ ધરાશાયી થયા બાદ મચ્છુ નદીમાં પડી ગયેલા લોકોને બચાવવા માટે રાતભર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
બચાવ કામગીરી હાથ ધરવા માટે 200 થી વધુ લોકોએ રાતોરાત કામ કર્યું: હર્ષ સંઘવી
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે સવારે મીડિયાને સંબોધતા કહ્યું કે 200થી વધુ લોકોએ રાતોરાત શોધખોળ કરતા બચાવ કામગીરી હાથ ધરી હતી.
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર કરી રહેલા 40 તબીબો
રાજકોટ અને સુરેન્દ્રનગરની હોસ્પિટલો સહિત વિવિધ આરોગ્ય કેન્દ્રોના 40 જેટલા ડોકટરો મોરબી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા સારવાર આપી રહ્યા છે. 19 લોકોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને 3ને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમમાં NDRFની પાંચ ટીમોનો સમાવેશ થાય છે જેમાં 110 અધિકારીઓ, 149 SDRF અધિકારીઓ, જામનગર ગરુડ કમાન્ડોની ટીમ, આસપાસમાં તૈનાત ભારતીય સેનાના 50 ડાઇવર્સ અને 20 રેસ્ક્યૂ બોટનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, મોરબીમાં બનેલી આ દુઃખદ ઘટના પછી લોકોને મચ્છુ નદીથી જોડાયેલો વધુ એક દર્દનાક અકસ્માત યાદ આવ્યો છે. આ અકસ્માત વિશે વિચારતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લગભગ 43 વર્ષ પહેલા પણ આ નદીના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં તબાહીનો માહોલ સર્જાયો હતો. ગઈકાલે રવિવારના આ દર્દનાક અકસ્માતે લોકોને ફરી એકવાર એ અકસ્માતની યાદ અપાવી છે.
Advertisement
Tags :
Advertisement

.