Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાઉદી એરેબિયામાં 10 દિવસમા 12 ગુનેગારોનું માથુ તલવારથી કાપી નાંખવામાં આવ્યું

બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ઝડપાયા હતા આરોપીઓ સાઉદી અરેબિયાએ બે વર્ષના ગાળા બાદ ડ્રગ્સના ગુના માટે 10 દિવસમાં 12 લોકોને મોતની સજા આપી છે...અને મોત પણ એવું આપ્યું છે કે સાંભળીને જ સ્તબ્ધ થઇ જવાય. બળાત્કાર અને ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં પકડાયેલા 12 લોકોનું તલવારથી માથું કાપી નાખવામાં આવ્યું હતું. ટેલિગ્રાફે અહેવાલ આપ્યો છે કે મૃત્યુદંડની સજા પામેલાઓમાં ત્રણ પાકિસ્તાની, ચાર સીરિય
08:10 AM Nov 23, 2022 IST | Vipul Pandya

બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ઝડપાયા હતા આરોપીઓ 
સાઉદી અરેબિયાએ બે વર્ષના ગાળા બાદ ડ્રગ્સના ગુના માટે 10 દિવસમાં 12 લોકોને મોતની સજા આપી છે...અને મોત પણ એવું આપ્યું છે કે સાંભળીને જ સ્તબ્ધ થઇ જવાય. બળાત્કાર અને ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં પકડાયેલા 12 લોકોનું તલવારથી માથું કાપી નાખવામાં આવ્યું હતું. ટેલિગ્રાફે અહેવાલ આપ્યો છે કે મૃત્યુદંડની સજા પામેલાઓમાં ત્રણ પાકિસ્તાની, ચાર સીરિયન, બે જોર્ડન અને ત્રણ સાઉદીનો સમાવેશ થાય છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા આવી સજા ઘટાડવાના અગાઉના વચન છતાં આ પ્રકારની સજા આપવામાં આવી રહી છે. એક રેકોર્ડ અનુસાર આ વર્ષે 132 લોકોને આવું ખોફનાક મોત આપવામાં આવ્યું છે. જે 2020 અને 2021ના સંયુક્ત મામલાઓ કરતા પણ વધું છે. 
અહિંસક ગુનાઓ મામલે નરમાઇ વર્તવાનો વાયદો પોકળ 
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018માં મોહમ્મદ બિન સલમાને આવી ક્રૂર સજાને રોકવાની વાત કરી હતી. રાજકુમારે હત્યાના કેસમાં જ મોતની સજા આપવાની વાત કરી હતી. અહિંસાના કેસોમાં એટલે કે ચોરી, લૂંટ, દાણચોરી જેવા કેસોમાં મૃત્યુદંડ દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. 2020માં જમાલ ખાશોગીની હત્યા બાદ સાઉદી અરેબિયાએ મૃત્યુદંડને નાબૂદ કરવા માટે કાયદામાં ફેરફારની દરખાસ્ત કર્યા પછી અહિંસક ગુનાઓ પર નરમાઈના વધુ સંકેતો હતા.પરંતુ આવું થતું જણાતું નથી. સાઉદી સત્તાવાળાઓ ફરીથી મોટી સંખ્યામાં અને ગુપ્ત રીતે ડ્રગ અપરાધીઓના શિરચ્છેદ કરી રહ્યા છે.
આ પણ વાંચો  -  ભારત-પાકિસ્તાનના સંબંધ ત્યારે જ સારા થશે જ્યારે BJP સત્તા પર નહીં હોય : ઈમરાન ખાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
beheadedcriminalsGujaratFirstSaudiArabiasword
Next Article