ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોનાના નવા 113 કેસ નોંધાયા, અમદાવાદમાં 28 કેસ

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 113  કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 192 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03  ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1343 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1334 દà
02:19 PM Sep 05, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 113  કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 192 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03  ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1343 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1334 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,58,819 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,016 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 28 કેસ નોંધાયા છે, વડોદરા કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશન 26, સુરેન્દ્રનગર 01, રાજકોટ કોર્પોરેશન 01, વલસાડ 3 , સુરત10, ગાંધીનગર કોર્પોરેશન 3, નવસારી 2,રાજકોટ 1,  કચ્છ 3, પંચમહાલ 1, વડોદરા 2, અમદાવાદ 1, ભરૂચ 1, ગાંધીનગર 2, સુરેન્દ્રનગર 1, અમરેલી 3, પાટણ 1, પંચમહાલ 1, જામનગર 2, મહેસાણા 2 , મોરબી 2   કુલ 113  કેસ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં 97790  લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 574  ને રસીનો પ્રથમ અને 1667  લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 96  ને રસીનો પ્રથમ અને 84  ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 10088  લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 682 ને રસીનો પ્રથમ અને 682  ને રસીનો બીજો ડોઝ અપાયો હતો.
Tags :
113newcasesof28casesinAhmedabadcoronawerereportedGujaratFirstInthestate
Next Article