Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વીજ સંકટને ડામવા કરવામાં આવી 1100 જેટલી ટ્રેનો રદ, જાણો કઈ કઈ ટ્રેનો થઇ રદ

દેશમાં વિજળી સંકટને જોતા રેલ્વેએ મોટો નિર્ણય લીધો છે. આગામી 20 દિવસ સુધી રેલ્વેએ ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ કરી છે. રેલવેના આ નિર્ણયને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રેલ્વે છેલ્લા કેટલાક સમયથી વીજ સંકટનો સામનો કરી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે રેલવે દેશના જુદા જુદા ખૂણામાં કોલસો સપ્લાય કરવા માટે માલસામાન ટ્રેન દ્વારા 15 ટકા વધારાના કોલસાનું પરિવહન કરી રહી છે.
05:26 AM May 06, 2022 IST | Vipul Pandya
દેશમાં વિજળી સંકટને જોતા રેલ્વેએ મોટો નિર્ણય લીધો છે. આગામી 20 દિવસ સુધી રેલ્વેએ ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ કરી છે. રેલવેના આ નિર્ણયને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલ્વે છેલ્લા કેટલાક સમયથી વીજ સંકટનો સામનો કરી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે રેલવે દેશના જુદા જુદા ખૂણામાં કોલસો સપ્લાય કરવા માટે માલસામાન ટ્રેન દ્વારા 15 ટકા વધારાના કોલસાનું પરિવહન કરી રહી છે. આવી સ્થિતિમાં, દેશમાં કોલસાના પરિવહનમાં કોઈ સમસ્યા ન  સર્જાય તેના માટે ઘણી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલ્વેએ મે મહિના સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં 500 એક્સપ્રેસ ટ્રેનો અને 580 પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. ટ્રેનો રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
દેશનાં ઘણાં રાજ્યો અત્યારે વીજ સંકટનો સામનો કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આ વીજ સંકટને દૂર કરવા માટે રેલ્વે તેની સમાન પરિવહન ટ્રેનો દ્વારા વધુને વધુ માલસામાનનું પરિવહન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા કોલસા ઉત્પાદક રાજ્યોના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રાજ્યમાં મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી છે. દેશના ઘણા રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઝારખંડ. દિલ્હી વગેરે જેવા ઘણા રાજ્યો વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારે અનેક બેઠકો યોજીને મહત્તમ કોલસાનો સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે.
રેલ્વે બોર્ડના અધ્યક્ષ વીકે ત્રિપાઠીએ જણાવ્યું છે કે એપ્રિલમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીના વપરાશમાં લગભગ 20 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, વીજળી અને કોલસાની વધતી માંગને પહોંચી વળવા માટે, રેલ્વેએ એપ્રિલ 2021ની તુલનામાં 2022માં લગભગ 15 થી 20 ટકા વધુ કોલસાનું પરિવહન કરવું પડશે. આવી સ્થિતિમાં રેલવેએ ઘણી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ રીતે ચકાસી શકાય રદ કરેલી ટ્રેનો 
  • રદ કરાયેલી ટ્રેનોની યાદી તપાસવા માટે, સૌ પ્રથમ https://www.irctchelp.in/cancelled-trains-list/ ની વેબસાઇટની મુલાકાત લો.
  • ડાયવર્ટ અને રીશેડ્યુલ ટ્રેનોની યાદી તપાસો.
  • કેન્સલ લિસ્ટ પર ક્લિક કરો.
  • અહીં તમને બધી રદ કરાયેલી ટ્રેનોની યાદી બતાવવામાં આવશે
Tags :
1100trainscanceledcoalcrisisGujaratFirstpowercrisistrain
Next Article