Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

૧૦૮ ઈમરજન્સી સેવાને ભરૂચ જિલ્લામાં સાડા ત્રણ લાખ ઉપરાંત કોલ મળ્યા, અનેક દર્દીઓના જીવ બચાવ્યા

ભરૂચ જિલ્લામાં સરકારની ૧૦૮ ઈમરજન્સી સેવા આર્શીવાદરૂપ બની રહી છે જેમાં છેલ્લા ૧૫ વર્ષમાં ૩.૬૫.૦૬૩ કોલ મળતા કેટલાય દર્દીઓ માટે ઇમર્જન્સી ૧૦૮ આર્શીવાદ રૂપ બની રહી છે .જેના પગલે ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલે ભરૂચ જિલ્લા ૧૦૮ ટીમની મુલાકાત કરી હતી.ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા કે જે છેલ્લા ૧૫ વર્ષથી લોકોના જીવ બચાવવા માટે દિવસ રાત ૩૬૫ દિવસ કાર્યરત છે છેલ્લા ૧૫ વર્ષની અંદર વાત કરીએ તો
11:14 AM Sep 13, 2022 IST | Vipul Pandya
ભરૂચ જિલ્લામાં સરકારની ૧૦૮ ઈમરજન્સી સેવા આર્શીવાદરૂપ બની રહી છે જેમાં છેલ્લા ૧૫ વર્ષમાં ૩.૬૫.૦૬૩ કોલ મળતા કેટલાય દર્દીઓ માટે ઇમર્જન્સી ૧૦૮ આર્શીવાદ રૂપ બની રહી છે .જેના પગલે ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલે ભરૂચ જિલ્લા ૧૦૮ ટીમની મુલાકાત કરી હતી.

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા કે જે છેલ્લા ૧૫ વર્ષથી લોકોના જીવ બચાવવા માટે દિવસ રાત ૩૬૫ દિવસ કાર્યરત છે છેલ્લા ૧૫ વર્ષની અંદર વાત કરીએ તો ૧૦૮ ઈમરજન્સી સેવા એ કુલ ૩.૬૫.૦૬૩ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે તેમજ ૩૨.૭૬૦ લોકો કે જેમનું જીવન જોખમમાં હતું અને કટોકટીની સમયમાં તેમનો જીવ બચાવ્યો છે. 
આ ઉપરાંત એમ્બ્યુલન્સની અંદર કુલ ૪,૬૭૮ સગર્ભા માતાઓની સફળતાપૂર્વક પ્રસુતિ એમ્બ્યુલન્સમાં કરાવી છે વધુમાં કોરોના રૂપી મહામારીની અંદર પણ ૧૦૮ ઈમરજન્સી સેવાએ ૧૮ માર્ચ ૨૦૨૦ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં કુલ 3258 લોકોના જીવ બચાવ્યા છે અને તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો ઓક્ટોબર ૨૦૨૧ થી લઈને ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ભરૂચ ૧૦૮ ઈમરજન્સી  સેવાએ કુલ ૨૭,૫૧૩ લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી છે. 
સગર્ભાને લગતી ૧૨૩૫૯ ઇમરજન્સી રોડ ટ્રાફિક એકસીડન્ટને લગતી ૩૪૦૫ ઇમરજન્સી પેટમાં દુખાવાની લગતી ૨૦૨૦ ઇમરજન્સી હૃદય રોગને લગતી ૪૯૫ ઇમરજન્સી ઝેરી દવા પીવાને લગતી ૬૭૦ ઇમરજન્સી શ્વાસો શ્વાસને લગતી ૧૦૬૪ ઇમરજન્સી તેમજ ૭૫૦૦ અન્ય ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે.૧૦૮ ઇમરજન્સી સેવાના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલ સાહેબે તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઇમર્જન્સી સેવા ખીલખિલાટસેવા આરોગ્ય સંજીવની સેવા ૧૮૧ મહિલા અભ્યમ તેમજ કરુણા એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી અને તમામ જે કર્મચારી મિત્રો ૨૪ કલાક દિવસ રાત માનવજીવન બચાવવા માટે તત્પર રહે છે.તેમની કામગીરીને બિરદાવી હતી સાથે સાથે જિલ્લા ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી તેમજ ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાની કામગીરીને બિરદાવી હતી
Tags :
108emergencyservicesGujaratFirst
Next Article