રાજ્યમાં 1021 પશુના લંપી વાયરસથી મોત
રાજ્યમાં 15 જીલ્લાઓમાં પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ રાજ્યમાં 1021 પશુના લંપી વાયરસથી મોત થયા છે. આજે પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યના કૃષી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે કચ્છ અને જામનગરમાં આ રોગની વ્યાપક અસર પશુમાં જોવા મળે છે. અત્યાર સુધી 40222 જેટલા 1099 ગામોમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર કરી છે. તેમણે કહ્યું કે લગભર 2 લાખ 94 હજાર પશુને રસીકરણ કરાયુ છે. 152 à
01:09 PM Jul 25, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં 15 જીલ્લાઓમાં પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ રાજ્યમાં 1021 પશુના લંપી વાયરસથી મોત થયા છે.
આજે પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યના કૃષી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે કચ્છ અને જામનગરમાં આ રોગની વ્યાપક અસર પશુમાં જોવા મળે છે. અત્યાર સુધી 40222 જેટલા 1099 ગામોમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર કરી છે. તેમણે કહ્યું કે લગભર 2 લાખ 94 હજાર પશુને રસીકરણ કરાયુ છે. 152 પશુ ચિકીત્સા અધિકારી 15 જીલ્લામાં 438 પશુધન નિરીક્ષકો સાથે સઘન સારવાર કરાઇ રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે રસીનો સ્ટોક ખુટયો નથી પણ જરુરીયાત મુજબ અગાઉથી જરુર પડ્યે તે માટે વધારાની રસી માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને અઠવાડીયામાં જથ્થો મળશે. હાલ પુરતો જથ્થો છે. સહકારી સંઘો પણ પોતાના ભંડોળમાંથી રસી ખરીદીને અસરગ્રસ્ત પશુની સારવાર વિના મુલ્યે કરી રહ્યા છે. જીલ્લા પંચાયતો દ્વારા પણ જયાં જરુર પડે સ્વભંડોળમાંથી રસી ખરીદીને સારવાર કરાઇ રહી છે. રસીનો પુરતો સ્ટોક છે. પશુપાલન વિભાગ પણ મહામુલા પશુધનને બચાવાનું કામ કરી રહ્યું છે.
રાઘવજી પટેલે કહ્યું કે કેન્દ્રના પશુપાલન મંત્રી પરસોત્તમ રુપાલાએ પણ ચિંતા પ્રગટ કરી નિષ્ણાત ડોક્ટરોની ટીમ મોકલી છે અને આ ટીમ ચકાસણી કરી માર્ગદર્શન આપી રહ્યા છે. મંત્રીએ જે સહાયની જરુર પડે તમામ સહાયની ખાતરી આપી છે. આવતીકાલે મુખ્યમંત્રીએ મિટીંગ બોલાવી છે. જેમ કોરોનાનો સફળતાપૂર્વક સામનો કર્યો તે રીતે આ 15 જીલ્લામાં તમામની મદદ લઇને આ રોગનો સામનો કરાશે.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1 હજાર 21 પશુના મોત થયા છે. સરકાર આંકડા છુપાવવા માગતી નથી. જે વાસ્તવીકતા છે તે અમે જાહેર કરવાના છીએ. અસરગ્રસ્ત જીલ્લામાં રોગ ફેલાતો અટકે અને યોગ્ય સારવાર થાય તેની વ્યવસ્થા કરાઇ છે.
બીજી તરફ ગુજરાત સરકાર કોરોના મહામારીની જેમ લંપી વાયરસમાં મૃત્યુના આંકડા છુપાવતી હોવાનો ગંભીર આરોપ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે મહિનાઓ અગાઉ કિસાન કોંગ્રેસ દ્વારા આ વાયરસને લઈને સરકારને સાવચેત કરવામાં આવી હતી પણ જે પ્રમાણે સરકાર રસીકરણના આંકડા બતાવી રહી છે તેની સામે ગાયોના મોટા પ્રમાણમાં મૃત્યુ થયા છે અને રસીકરણ પણ થતું નથી.
Next Article